Open in app

સ્ટીમ્ડ(ઉકડીચે) મોદક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  16 min
પીરસવું  4 people
Shraddha Patel18th Sep 2018

Steamed (Ukdiche) Modak ના વિશે

Ingredients to make Steamed (Ukdiche) Modak in gujarati

  • એક કપ ગોળ
  • એક કપ તાજું નાળિયેર નું છીણ
  • ત્રણ ચમચી ઘી
  • 1/4 ચમચી એલચી પાવડર
  • બે ચમચી મિક્સ ડ્રાયફ્રૂટ્સ
  • એક કપ ચોખા નો લોટ
  • એક ચપટી મીઠું
  • એક ગ્લાસ પાણી

How to make Steamed (Ukdiche) Modak in gujarati

  1. સ્ટફિન્ગ માટે :
  2. એક કઢાઈ મા એક ચમચી ઘી ગરમ કરો.
  3. ત્યારબાદ તેમાં ગોળ અને નાળિયેર નું છીણ ઉમેરો અને ગોળ ઓગળી ને એકરસ થાય ત્યાં સુધી હલાવતા રહો.
  4. ત્યારબાદ તેમાં એલચી પાવડર અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરો. અને મિશ્રણ ને ઠંડુ થવા દો.
  5. હવે એક કઢાઈ મા પાણી લઇ તેમાં ચપટી મીઠું અને એક ચમચી ઘી ઉમેરો અને પાણી ઉકાળો.
  6. પાણી ઉકળે એટલે એમાં ચોખા નો લોટ ઉમેરો. બધુ બરાબર મિક્સ કરી લો અને ઢાંકી ને પાંચ મિનિટ સુધી ધીમી આંચ પર થવા દો.
  7. ત્યારબાદ ચોખા ના લોટ ના મિશ્રણ ને હાથ થી બરાબર મસળી લો.
  8. હવે મોદક ના મોલ્ડ ને ઘી લગાવી ચોખાના લોટ ના મિશ્રણથી મોલ્ડ ની ફરતી સાઈડ કવર કરી લો.
  9. હવે તેમાં સ્ટફિન્ગ ભરી લો અને નીચે ની સાઈડ ચોખા ના લોટ મા મિશ્રણ થી પેક કરી લો. આવી રીતે બધા મોદક તૈયાર કરી લો.
  10. હવે તૈયાર કરેલ મોદક ને વરાળે પાંચ મિનિટ સુધી બાફી લો.
  11. તો તૈયાર છે ગણપતિ બાપ્પા ના પ્રિય મોદક.

Reviews for Steamed (Ukdiche) Modak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Steamed (Ukdiche) Modak in gujarati

  • ચુરમા મોદક

    1 likes
  • ચોકલેટ મોદક

    5 likes
  • 2 ઇન 1 મોદક

    3 likes
  • ચોકલેટ મોદક

    2 likes
  • બૉઉન્ટી મોદક

    3 likes
  • પુરણપોળી મોદક

    3 likes