BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / સ્ટીમ્ડ(ઉકડીચે) મોદક

Photo of Steamed (Ukdiche) Modak by Shraddha Patel at BetterButter
237
1
0(0)
0

સ્ટીમ્ડ(ઉકડીચે) મોદક

Sep-18-2018
Shraddha Patel
2 મિનિટ
તૈયારી નો સમય
16 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટીમ્ડ(ઉકડીચે) મોદક રેસીપી વિશે

આ મોદક ને વરાળ મા બાફવા મા આવે છે. ગણપતિ બાપ્પા ને પ્રસાદ મા ધરાતા આ મોદક ખુબજ સ્વાદીષ્ટ છે. આ મોદક સુગરફ્રી હોવાથી ડાયબિટિક લોકો પણ ખાઈ શકશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • મહારાષ્ટ્ર
  • ઉકાળવું
  • મૂળભૂત વાનગીઓ
  • ડાયાબીટીસ

સામગ્રી સર્વિંગ: 4

  1. એક કપ ગોળ
  2. એક કપ તાજું નાળિયેર નું છીણ
  3. ત્રણ ચમચી ઘી
  4. 1/4 ચમચી એલચી પાવડર
  5. બે ચમચી મિક્સ ડ્રાયફ્રૂટ્સ
  6. એક કપ ચોખા નો લોટ
  7. એક ચપટી મીઠું
  8. એક ગ્લાસ પાણી

સૂચનાઓ

  1. સ્ટફિન્ગ માટે :
  2. એક કઢાઈ મા એક ચમચી ઘી ગરમ કરો.
  3. ત્યારબાદ તેમાં ગોળ અને નાળિયેર નું છીણ ઉમેરો અને ગોળ ઓગળી ને એકરસ થાય ત્યાં સુધી હલાવતા રહો.
  4. ત્યારબાદ તેમાં એલચી પાવડર અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરો. અને મિશ્રણ ને ઠંડુ થવા દો.
  5. હવે એક કઢાઈ મા પાણી લઇ તેમાં ચપટી મીઠું અને એક ચમચી ઘી ઉમેરો અને પાણી ઉકાળો.
  6. પાણી ઉકળે એટલે એમાં ચોખા નો લોટ ઉમેરો. બધુ બરાબર મિક્સ કરી લો અને ઢાંકી ને પાંચ મિનિટ સુધી ધીમી આંચ પર થવા દો.
  7. ત્યારબાદ ચોખા ના લોટ ના મિશ્રણ ને હાથ થી બરાબર મસળી લો.
  8. હવે મોદક ના મોલ્ડ ને ઘી લગાવી ચોખાના લોટ ના મિશ્રણથી મોલ્ડ ની ફરતી સાઈડ કવર કરી લો.
  9. હવે તેમાં સ્ટફિન્ગ ભરી લો અને નીચે ની સાઈડ ચોખા ના લોટ મા મિશ્રણ થી પેક કરી લો. આવી રીતે બધા મોદક તૈયાર કરી લો.
  10. હવે તૈયાર કરેલ મોદક ને વરાળે પાંચ મિનિટ સુધી બાફી લો.
  11. તો તૈયાર છે ગણપતિ બાપ્પા ના પ્રિય મોદક.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર