Open in app

રોટી ફ્રેન્કી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Bansi Raiyarela19th Sep 2018

Rotti franky ના વિશે

Ingredients to make Rotti franky in gujarati

  • રોટલી 4 નંગ
  • બાફેલા બટેટા 2 નંગ
  • તેલ
  • 1 નંગ સમારેલું ટામેટું
  • 1 નંગ સમારેલી ડુંગળી
  • સમારેલા કેપ્સિકમ મરચા 1/2 નંગ
  • મેગ્ગી મસાલો 1/2 પેકેટ
  • ગરમ મસાલો 1/2 ચમચી
  • લીંબુ નો રસ 1/2 ચમચી
  • લસણ આદુ મરચા ની પેસ્ટ 1/2 ચમચી
  • હળદર 1/2 ચમચી
  • મરચા પાવડર 1/2 ચમચી
  • નમક સ્વાદ મુજબ
  • જીરું 1/2 ચમચી

How to make Rotti franky in gujarati

  1. સૌ પ્રથમ ગરમ પેન પર તેલ ગરમ કરી તેમાં જીરું સાંતળી લેવું તેમ લસણ આદુ મરચા ની પેસ્ટ ઉમેરી ડુંગળી,ટમેટા અને કેપ્સિકમ સાંતળવા ત્યારબાદ તેમાં બાફેલા બટેટા નો માવો ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું ત્યારબાદ તેમાં મેગી મસાલો,ગરમ મસાલો,લીંબુ નો રસ,હળદર , મરચા પાવડર, નમક ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું. ત્યારબાદ ગેસ ઑફ કરી માવો ઠંડો થવા રાખવો.
  2. માવો ઠંડો થઈ જાય ત્યારબાદ રોટલી પર 1/4 ભાગ માં માવો બરાબર લગાવી તેને ત્રિકોણ શેપ માં વળી લેવી માવો બાર ના નીકળે તેની બરોબર કાળજી લેવી રોટલી ને ફોલ્ડ કરતી વખતે તેલ નો થોડો ઉપયોગ કરવો જેથી રોટલી ખુલી ન જાય. હવે બધી રોટલી ફોલ્ડ કરી લેવી.
  3. નોન સ્ટિક પેન ગરમ કરી તેમાં બટર અથવા તેલ લગાવી આ રોટલી બન્ને તરફ લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી બન્ને બાજુ તેલ લગાવી બરોબર સાંતળવી.
  4. ત્યારબાદ તેના પીસિસ કરી બટર પેપર થી રેપ કરી લંચ બોક્સ માં પેક કરી શકાય છે.
  5. સાથે સોસ અથવા ચટણી રાખી શકાય છે. અથવા ચીઝ કે બટર સાથે ગાર્નિશીંગ કરી શકાય છે.

Reviews for Rotti franky in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rotti franky in gujarati

  • ફ્રેન્કી

    5 likes
  • ફ્રેન્કી

    2 likes
  • ફ્રેન્કી

    4 likes
  • ફ્રેન્કી

    1 likes
  • રોટી કબાબ

    8 likes
  • રોટી પીઝા

    4 likes