હોમ પેજ / રેસિપી / રોટી ફ્રેન્કી

Photo of Rotti franky by Bansi Raiyarela at BetterButter
474
5
0.0(0)
0

રોટી ફ્રેન્કી

Sep-19-2018
Bansi Raiyarela
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોટી ફ્રેન્કી રેસીપી વિશે

બાળકો ને ફ્રેન્કી ફેવરિટ હોઈ છે. આ ફ્રેન્કી રોટલી માંથી બનતી હોવાથી પૌષ્ટિક છે. તે ઉપરાંત બાળકો તેને ખૂબ પસંદ કરે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. રોટલી 4 નંગ
  2. બાફેલા બટેટા 2 નંગ
  3. તેલ
  4. 1 નંગ સમારેલું ટામેટું
  5. 1 નંગ સમારેલી ડુંગળી
  6. સમારેલા કેપ્સિકમ મરચા 1/2 નંગ
  7. મેગ્ગી મસાલો 1/2 પેકેટ
  8. ગરમ મસાલો 1/2 ચમચી
  9. લીંબુ નો રસ 1/2 ચમચી
  10. લસણ આદુ મરચા ની પેસ્ટ 1/2 ચમચી
  11. હળદર 1/2 ચમચી
  12. મરચા પાવડર 1/2 ચમચી
  13. નમક સ્વાદ મુજબ
  14. જીરું 1/2 ચમચી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ગરમ પેન પર તેલ ગરમ કરી તેમાં જીરું સાંતળી લેવું તેમ લસણ આદુ મરચા ની પેસ્ટ ઉમેરી ડુંગળી,ટમેટા અને કેપ્સિકમ સાંતળવા ત્યારબાદ તેમાં બાફેલા બટેટા નો માવો ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું ત્યારબાદ તેમાં મેગી મસાલો,ગરમ મસાલો,લીંબુ નો રસ,હળદર , મરચા પાવડર, નમક ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું. ત્યારબાદ ગેસ ઑફ કરી માવો ઠંડો થવા રાખવો.
  2. માવો ઠંડો થઈ જાય ત્યારબાદ રોટલી પર 1/4 ભાગ માં માવો બરાબર લગાવી તેને ત્રિકોણ શેપ માં વળી લેવી માવો બાર ના નીકળે તેની બરોબર કાળજી લેવી રોટલી ને ફોલ્ડ કરતી વખતે તેલ નો થોડો ઉપયોગ કરવો જેથી રોટલી ખુલી ન જાય. હવે બધી રોટલી ફોલ્ડ કરી લેવી.
  3. નોન સ્ટિક પેન ગરમ કરી તેમાં બટર અથવા તેલ લગાવી આ રોટલી બન્ને તરફ લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી બન્ને બાજુ તેલ લગાવી બરોબર સાંતળવી.
  4. ત્યારબાદ તેના પીસિસ કરી બટર પેપર થી રેપ કરી લંચ બોક્સ માં પેક કરી શકાય છે.
  5. સાથે સોસ અથવા ચટણી રાખી શકાય છે. અથવા ચીઝ કે બટર સાથે ગાર્નિશીંગ કરી શકાય છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર