Open in app

ભાખરી પિઝ્ઝા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Shraddha Patel20th Sep 2018

Bhakhri pizza ના વિશે

Ingredients to make Bhakhri pizza in gujarati

  • એક કપ ઘઉ નો લોટ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • તેલ મોંણ માટે
  • જરૂર મુજબ પાણી
  • બે ચમચી પિઝ્ઝા સૉસ
  • અડધો કપ લાંબા કાપેલા ડુંગળી, ગ્રીન કેપ્સિકમ
  • બે ચમચી ચોરસ કટકા મા કાપેલી યેલ્લો ઝૂકીની
  • બે ચમચી પનીર ચોરસ કટકા મા કાપેલું
  • એક ચમચી ઓરેગાનો
  • અડધી ચમચી ચીલી ફ્લેક્સ
  • પાંચ ચમચી છીણેલું મોઝરેલા ચીઝ
  • ટોમેટો કેચપ સાથે પીરસવા માટે

How to make Bhakhri pizza in gujarati

  1. સૌ પ્રથમ ભાખરી બનાવવા માટે કાથરોટ મા ઘઉ નો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું અને મોંણ નાખી મિક્સ કરી પાણી થી લોટ બાંધી લો.
  2. હવે મોટી સાઈઝ ની ભાખરી વણી ને શેકી લો.
  3. હવે તૈયાર કરેલ ભાખરી પર પિઝ્ઝા સૉસ લગાવો.
  4. ત્યારબાદ કાપેલા ડુંગળી, કેપ્સિકમ, ઝૂકીની અને પનીર ને ગોઠવો.
  5. ત્યારબાદ તેના પર ચીઝ ફેલાવો.
  6. હવે ભાખરી ને પાંચ મિનિટ માટે બૅક કરી લો.
  7. ત્યારબાદ તેના પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ભભરાવો.
  8. હવે ભાખરી પિઝ્ઝા ના કટકા કરી ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

Reviews for Bhakhri pizza in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bhakhri pizza in gujarati

  • મધ ભાખરી

    1 likes
  • પિઝ્ઝા બોલ

    2 likes
  • મસાલા ભાખરી

    4 likes
  • ટોમેટો પિઝ્ઝા

    5 likes
  • ભાખરી પેન પીઝા

    5 likes
  • ભાખરી ઓટ્સ લાડુ

    4 likes