હોમ પેજ / રેસિપી / બટેટા દાણાની સુકી ભાજી

Photo of Potato pinat bhaji by Apeksha's Kitchen at BetterButter
579
3
0.0(0)
0

બટેટા દાણાની સુકી ભાજી

Sep-20-2018
Apeksha's Kitchen
15 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટેટા દાણાની સુકી ભાજી રેસીપી વિશે

બટેટા બાળકો નુ મનપસંદ શાક છે દરેક બાળક ને બટેટા તો ભાવતાજ હોય છે.આ શાક મા બટેટા ની સાથે શીંગ દાણા નો પણ ઉપયોગ કર્યો છે જે બાળકો માટે ખૂબ હેલ્ધી છે. અને જો આ ભાજી બાળકોને ટિફિન મા બનાવી આપશો તો બાળકો ટિફિન પતાવીને જ લાવશે. આ ભાજી મારી દિકરી ને ખૂબ પસંદ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • બાફવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 4 મોટા બટેટા બાફેલા
  2. 1 વાટકી અધકચરા વાટેલા શેકેલા શીંગ દાણા
  3. 3,4 લીલા મરચાં
  4. 10,12 લીમડાના પાન
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. લીંબુનો રસ
  7. જીરુ
  8. કોથમીર
  9. 2 ચમચી તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બટેટા બાફી છાલ કાઢીલો અને સમારીલો. અને શીંગ દાણા ને શેકી તેને અધકચરા વાટીલો .
  2. હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરુ નાખો જીરુ થઈ જાય એટલે તેમા લીલા મરચાં અને લીમડો નાખીદો.
  3. હવે તેમા બટેટા અને શીંગ દાણા નો ભૂકો નાખવો અને બરાબર મિક્સ કરી લો.
  4. તેમા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને 2 મિનિટ શેકાઈ જાય એટલે તેમા લીંબુનો રસ નાખી દેવો.
  5. ઉપરથી કોથમીર નાખી ગેસ બંધ કરીદો. ઉપરથી દાડમ ના દાણા પણ નાખી શકાય.
  6. તૈયાર છે આપણી બટેટા દાણાની સુકી ભાજી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર