ઓટસ બર્ગર | Oats burger Recipe in Gujarati

ના દ્વારા safiya abdurrahman khan  |  20th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Oats burger by safiya abdurrahman khan at BetterButter
ઓટસ બર્ગરby safiya abdurrahman khan
 • તૈયારીનો સમય

  25

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  3

  લોકો

2

0

ઓટસ બર્ગર

ઓટસ બર્ગર Ingredients to make ( Ingredients to make Oats burger Recipe in Gujarati )

 • ઓટ્સ ના બર્ગર નાં પેન કેક માટે
 • ઓટ્સ ૪ મોટી ચમચી
 • દૂધ ૧/૨ કપ
 • ઈંડું ૧
 • કાળી મરી નો ભૂકો ૧ નાની ચમચી
 • મીઠુ ૧/૨ નાની ચમચી
 • તેલ ૨ મોટી ચમચી
 • ઓટ્સ ની ટીકકિ માટે
 • ઓટ્સ ૩/૪ કપ( ૧૫ મિનીટ પાણી મા ભીંજવી નીથારેલ)
 • સમારેલા કાંદા ૧નાનુ
 • સમારેલી પાલક ૨ મોટી ચમચી
 • સમારેલા કેપ્સીકમ ૧ મોટી ચમચી
 • સમારેલી ગાજર ૧ મોટી ચમચી
 • સમારેલી કોથમીર ૧ મોટી ચમચી
 • કાળીમરીનો ભૂકો ૧ મોટી ચમચી
 • લીલા મરચાની પેસ્ટ ૧ નાની ચમચી
 • રેડ ચીલી ફ્લેક્સ ૧/૨ નાની ચમચી
 • ઓરેગનો ૧/૨ નાની ચમચી
 • મીઠુ ૧/૨ નાની ચમચી અથવા તેથી સહેજ વધારે
 • ઈંડું ૧/૨ ફેંટેલું
 • બ્રેડ નો ભૂકો ૧/૨ કપ
 • તેલ ૨ મોટી ચમચી
 • અન્ય સામગ્રી
 • કાંદા ગોળ કાપેલું ૧
 • ટામેટા ગોળ કોપેલું ૧
 • જરૂર મુજબ કોબી નાં પાન

How to make ઓટસ બર્ગર

 1. ઓટસ ની ટીક્કી માટે નોન સ્ટીક પેન મા 1 મોટી ચમચી તેલ ગરમ કરી કાંદા સાંતળો. લીલા મરચા ની પેસ્ટ નાખી સાંતળો.
 2. તેમાં સમારેલી કેપ્સીકમ ,સમારેલી ગાજર નાખી ઉંચા તાપ પર ૧ મિનટ ચલાવતા રહી સાંતળો.
 3. સમારેલી પાલક ની ભાજી નાખી ૨ મિનટ સાંતળો.
 4. તેમાં ભીંજવી ને નીથારેલા ઓટ્સ, બધાં મસાલા, મીઠુ નાખી બરાબર મેળવો. થોડી મિનટ પક્વૉ.
 5. સમારેલી કોથમીર નાખી પકવી, બ્રેડ નો ભૂકો, ફેંટેલૂ ઈંડું નાખી સતત ચલાવો.
 6. ૧ મિનટ પકવી ગેસ બંદ કરી દો. મિશ્રણ ને ઠંડ઼ુ થવા દો.
 7. મિશ્રણ ઠંડુ થાય તૌ તેમાંથી ગોળ ટીકકી બનાવી લો.
 8. એજ પેન મા ૧ મોટી ચમચી તેલ ગરમ કરી ટીકકી ને મધ્યમ તાપે બન્ને બાજુ થઇ જાય ત્યાં સુધી શેલો ફ્રાય કરી લો.
 9. ઓટ્સ નાં પેન કેક માટે ઓટ્સ ને મિક્સર મા ઝીણું વાટી લો.
 10. તેમાં મરી નો ભૂકો, મીઠું, દૂધ અને ઈંડું નાખી ને ફરી ગ્રાઇન્ડ કરી પાથરી શકાય તેવું ખીરૂ તૈયાર કરો.
 11. નોન સ્ટીક પેન મા ૨ મોટી ચમચી તેલ ગરમ કરી 2 મોટી ચમચી ખીરું પાથરો.
 12. ધીમા તાપે બન્ને બાજુ સોનેરી થાય ત્યાં સુધી પલ્ટિને શેકી લો.
 13. પીરસવા માટે બે ઓટ્સ નાં પેનકેક પર લિલી ચટણી લગાડી લો.
 14. હવે ચટણી લગાડેલ એક પેનકેક પર કોબી નાં પાન મૂકો. તેનાં પર ઓટ્સ ની ટીકકિ મૂકો, તેનાં પર ગોળ કાપેલા ટામેટા,ગોળ કાપેલા કાંદા મૂકો. બીજી ચટણી લગાડેલ પેનકેક મુકી ટુથપીક ભેરવી દો.
 15. પોષ્ટીક ઓટ્સ બર્ગર બાળકો માટે તૈયાર છે.

Reviews for Oats burger Recipe in Gujarati (0)