હોમ પેજ / રેસિપી / વેજ સેન્ડવિચ

Photo of Veg sandwich by Shraddha Patel at BetterButter
569
3
0.0(0)
0

વેજ સેન્ડવિચ

Sep-20-2018
Shraddha Patel
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ સેન્ડવિચ રેસીપી વિશે

બાળકો ને લંચ બોક્સ આપી શકીએ એવી આ સેન્ડવિચ ટેસ્ટી તેમજ હેલ્થી પણ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ત્રણ જંબો બ્રેડ ની સ્લાઇસ
  2. એક ચમચી ચાટ મસાલા
  3. સ્વાદ પ્રમાણે મીઠું
  4. એક ચમચી સેન્ડવિચ મસાલા
  5. અડધી ચમચી મરી પાવડર
  6. બે ક્યુબ પ્રોસેસ્ડ ચીઝ
  7. બે ચમચી ગ્રીન ચટણી
  8. બે ચમચી ટોમેટો કેચપ
  9. ચાર ચમચી મેયોનીઝ
  10. ચાર ચમચી બટર
  11. એક ટામેટું ગોળ સ્લાઈસ મા કાપેલું
  12. એક ડુંગળી ગોળ સ્લાઈસ મા કાપેલી
  13. એક કાકડી ગોળ સ્લાઈસ મા કાપેલી
  14. એક બાફેલું બટેટું ગોળ સ્લાઈસ મા કાપેલું
  15. અડધો કપ છીણેલું બીટ, કોબીજ અને ગાજર
  16. 10-12 ચિપ્સ વેફર

સૂચનાઓ

  1. બધી બ્રેડ ની કિનારી કાપી લો.
  2. હવે એક બ્રેડ લઇ તેના પર બટર લગાવો અને એના પર ગ્રીન ચટણી લગાવો.
  3. હવે તેના બટેટા, ટામેટા, કાકડી અને ડુંગળી ની સ્લાઈસ એક પર એક ગોઠવો.
  4. હવે તેના પર મેયોનીઝ લગાવો અને મીઠું, સેન્ડવિચ મસાલા, ચાટ મસાલા અને મરી પાવડર ભભરાવો.
  5. હવે તેના પર બીજી બ્રેડ મૂકો. તેના પર બટર અને ટોમેટો કેચપ લગાવો.
  6. ત્યારબાદ તેના પર છીણેલું બીટ, કોબીજ અને ગાજર પાથરો.
  7. હવે તેના પર મેયોનીઝ નાખો પછી તેના પર મીઠું, ચાટ મસાલા, સેન્ડવિચ મસાલા અને મરી પાવડર ભભરાવો.
  8. હવે તેના પર ત્રીજી બ્રેડ મૂકો. તેના પર બટર લગાવો.
  9. હવે તેના પર ચીઝ છીણો. હવે સેન્ડવિચ ના કટકા કરી અને ઉપર વેફર્સ મૂકી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર