હોમ પેજ / રેસિપી / બીટરૂટ પેસ્ટો દાબેલી

Photo of Beetroot Pesto Dabeli by Anjali Kataria at BetterButter
1352
6
0.0(0)
0

બીટરૂટ પેસ્ટો દાબેલી

Sep-21-2018
Anjali Kataria
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બીટરૂટ પેસ્ટો દાબેલી રેસીપી વિશે

દાબેલી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં બાફેલા બટેટાના મસાલાને પાંઉને કાપીને તેના બે ફાડીયાની વચ્ચે મૂકીને બનાવાય છે. સ્વાદ માટે તેમાં આંબલી, ખજૂર, લાલ મરચું, લસણ, વગેરેની ચટણી અને શેકેલા મસાલેદાર શિંગદાણા પણ ઉમેરાય છે. પાઉંની વચમાં મસાલો દાબીને આ વાનગી બનતી હોવાથી આનું નામ દાબેલી પડ્યું છે. દાબેલી માત્ર કચ્છમાં કે ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર મહારાષ્ટ્ર, રાજસ્થાન અને આંધ્રપ્રદેશના અમુક ભાગોમાં પણ પ્રચલિત છે. દાબેલીની નાનકડી રેંકડીઓ ભારતના બધાજ મોટા શહેરોમાં મળી આવે છે. આજે મે દાબેલી ના મસાલા માં બટેટા સાથે બીટ રૂટ નો ઉપયોગ કર્યો છે. સામાન્ય રીતે નાના બાળકો ને બીટ પસંદ નથી હોતું. તેથી તમે આવી રીતે કોઈ પણ રેસિપી માં બીટ નો ઉપયોગ કરી શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • શેકેલું
  • માઈક્રોવેવિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. અ) બીટરૂટ પેસ્ટો બનાવવા માટે
  2. ૧ કપ કાપેલું લાલ બીટ
  3. ૩-૪ લસણ ની કળી
  4. ૧/૨ કપ શેકેલા અખરોટ
  5. ૧/૨ કપ ખમણેલું પરમેસન ચીઝ
  6. ૧/૨ કપ ઓલિવ ઓઇલ
  7. ૨ ચમચી લીંબુ નો રસ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. બ) દાબેલી મસાલા માટે
  10. ૧-૨ લાલ સૂકા મરચા
  11. ૧ ચમચી ધાણા
  12. ૧ સ્ટિક તજ
  13. ૨-૩ લવિંગ
  14. ૧/૪ નાની ચમચી જીરૂ
  15. ક) દાબેલી ના માવા માટે
  16. ૧ કપ બાફી ને મસલેલા બટેટા
  17. ૧/૨ નાની ચમચી જીરૂ
  18. ચપટી હિંગ
  19. ૨ નાની ચમચી દાબેલી મસાલા
  20. ૨ મોટી ચમચી ખજૂર આંબલી ની ચટણી
  21. ૨ મોટી ચમચી તેલ
  22. મીઠું સ્વાદાનુસાર
  23. ડ) પીરસવા માટે
  24. ૧ જીણો સમારેલો કાંદો
  25. ૧/૨ કપ શેકેલી શીંગ
  26. ૧/૨ કપ સમારેલી કોથમીર
  27. ૧/૨ કપ ઝીણી સેવ
  28. ૧/૨ કપ તાજા દાડમ ના દાણા
  29. ૨ નાની ચમચી લસણ ની ચટણી
  30. ૪-૫ મોટી ચમચી ખજૂર આમલીની ચટણી
  31. ઘ) અન્ય સામગ્રી
  32. ૨-૩ દાબેલી પાવ
  33. શેકવા માટે બટર

સૂચનાઓ

  1. અ) બીટ રૂટ પેસ્ટો બનાવવા ની રીત
  2. સોપ્રથમ ઓવનને ૩૭૫ ફેરનહિટ ડિગ્રી પર પ્રી હિટ કરો.
  3. હવે કાપેલા બીટ ને બરાબર ધોઈ ને રૂમાલ વડે લુછી લો.
  4. હવે એક ફોએલ પેપર લો.
  5. તેમાં બીટ ના ટુકડા મૂકી દો.
  6. હવે આ ફૉઇલ પેપર ને બેકિંગ ડિશમાં મૂકો.
  7. તેને ૩૦-૪૦ મિનિટ સુધી ઓવન માં શેકો.
  8. આવું કરવા થી બીટ સોફ્ટ બનશે અને તેમાં રહેલ પાણી નો ભાગ સુકાઈ જશે.
  9. બીટ ને ઠંડા પડવા દો.
  10. હવે એક મિક્ષ્ચર ની જાર લો.
  11. તેમાં શેકેલ બીટ, લસણ, અખરોટ, ચીઝ, લીંબુનો રસ અને સ્વાદાનુસાર મીઠું નાખો.
  12. બરાબર ક્રશ કરી લો.
  13. હવે તેમાં ઓલિવ ઓઈલ નાખો.
  14. ફાઇન પેસ્ટ બનાવી લો.
  15. બનેલા પેસ્તો ને એક બાઉલમાં કાઢી લો.
  16. બ) દાબેલી મસાલો બનાવવા ની રીત
  17. એક કડાઈ લો.
  18. તેમાં સૂકા લાલ મરચા, ધાણા, લવિંગ અને જીરું નાખો.
  19. આ બધી સામગ્રીને બરાબર શેકી લો.
  20. બે થી ત્રણ મિનિટ સુધી શેકો.
  21. ત્યારબાદ ગેસ બંધ કરી લો.
  22. હવે આ સામગ્રી ને થોડી ઠંડી પડવા દો.
  23. ત્યારબાદ મિક્સરમાં ક્રશ કરી તેનો ફાઇન પાઉડર બનાવી લો.
  24. એક કપમાં કાઢીને એક તરફ મુકો.
  25. ક) દાબેલી નો માવો બનાવવા ની રીત
  26. એક કડાઈ લો.
  27. તેમાં તેલ ગરમ કરવા મૂકો.
  28. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો.
  29. જીરૂ ફૂટવા લાગે એટલે તેમાં ચપટી હિંગ, દાબેલી મસાલો, બાફેલા બટાકા, મીઠું વગેરે નાખીને મિક્સ કરો.
  30. જરૂર પડે તો થોડું પાણી ઉમેરો.
  31. હવે તેમાં બીટ રૂટ પેસ્ટો ઉમેરો.
  32. બરાબર મિક્સ કરી લો.
  33. મિશ્રણને એક થી બે મિનિટ સુધી ચડવા દો.
  34. ત્યારબાદ ગેસ બંધ કરી લો.
  35. હવે તેમાં ખજૂર-આમલીની ચટણી નાખીને મિક્સ કરો.
  36. મિશ્રણને ઠંડુ થવા દો.
  37. ડ) દાબેલી બનાવવા ની રીત
  38. પાવને વચ્ચેથી કાપી લો.
  39. હવે એક પેન લો.
  40. તેમાં બટર ગરમ કરવા માટે મૂકો.
  41. પાવ ની અંદરની તરફથી શેકી લો.
  42. અંદરની તરફ શેકાઈ જાય એટલે તેને ગેસ ઉપરથી ઉતારી લો.
  43. પાવ ને એક ડિશમાં મૂકો.
  44. હવે અંદરના નીચેની તરફ ના ભાગ ઉપર દાબેલી નો માવો પાથરો.
  45. તેની ઉપર ઝીણા સમારેલા કાંદા, શેકેલી સીંગ, કોથમીર, સેવ, દાડમ, લસણની ચટણી અને ખજૂર આમલીની ચટણી નાખો.
  46. હવે બીજો ભાગ તેની ઉપર ઢાંકો.
  47. પેનમાં થોડું બટર ગરમ કરીને પાઉં ને બંને બાજુ શેકી લો.
  48. પાવ માંથી બહાર દેખાતા દાબેલીના મસાલા ઉપર સેવ ભભરાવો.
  49. ગરમા ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર