Open in app

બીટરૂટ પેસ્ટો દાબેલી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Anjali Kataria21st Sep 2018

Beetroot Pesto Dabeli ના વિશે

Ingredients to make Beetroot Pesto Dabeli in gujarati

  • અ) બીટરૂટ પેસ્ટો બનાવવા માટે
  • ૧ કપ કાપેલું લાલ બીટ
  • ૩-૪ લસણ ની કળી
  • ૧/૨ કપ શેકેલા અખરોટ
  • ૧/૨ કપ ખમણેલું પરમેસન ચીઝ
  • ૧/૨ કપ ઓલિવ ઓઇલ
  • ૨ ચમચી લીંબુ નો રસ
  • મીઠું સ્વાદાનુસાર
  • બ) દાબેલી મસાલા માટે
  • ૧-૨ લાલ સૂકા મરચા
  • ૧ ચમચી ધાણા
  • ૧ સ્ટિક તજ
  • ૨-૩ લવિંગ
  • ૧/૪ નાની ચમચી જીરૂ
  • ક) દાબેલી ના માવા માટે
  • ૧ કપ બાફી ને મસલેલા બટેટા
  • ૧/૨ નાની ચમચી જીરૂ
  • ચપટી હિંગ
  • ૨ નાની ચમચી દાબેલી મસાલા
  • ૨ મોટી ચમચી ખજૂર આંબલી ની ચટણી
  • ૨ મોટી ચમચી તેલ
  • મીઠું સ્વાદાનુસાર
  • ડ) પીરસવા માટે
  • ૧ જીણો સમારેલો કાંદો
  • ૧/૨ કપ શેકેલી શીંગ
  • ૧/૨ કપ સમારેલી કોથમીર
  • ૧/૨ કપ ઝીણી સેવ
  • ૧/૨ કપ તાજા દાડમ ના દાણા
  • ૨ નાની ચમચી લસણ ની ચટણી
  • ૪-૫ મોટી ચમચી ખજૂર આમલીની ચટણી
  • ઘ) અન્ય સામગ્રી
  • ૨-૩ દાબેલી પાવ
  • શેકવા માટે બટર

How to make Beetroot Pesto Dabeli in gujarati

  1. અ) બીટ રૂટ પેસ્ટો બનાવવા ની રીત
  2. સોપ્રથમ ઓવનને ૩૭૫ ફેરનહિટ ડિગ્રી પર પ્રી હિટ કરો.
  3. હવે કાપેલા બીટ ને બરાબર ધોઈ ને રૂમાલ વડે લુછી લો.
  4. હવે એક ફોએલ પેપર લો.
  5. તેમાં બીટ ના ટુકડા મૂકી દો.
  6. હવે આ ફૉઇલ પેપર ને બેકિંગ ડિશમાં મૂકો.
  7. તેને ૩૦-૪૦ મિનિટ સુધી ઓવન માં શેકો.
  8. આવું કરવા થી બીટ સોફ્ટ બનશે અને તેમાં રહેલ પાણી નો ભાગ સુકાઈ જશે.
  9. બીટ ને ઠંડા પડવા દો.
  10. હવે એક મિક્ષ્ચર ની જાર લો.
  11. તેમાં શેકેલ બીટ, લસણ, અખરોટ, ચીઝ, લીંબુનો રસ અને સ્વાદાનુસાર મીઠું નાખો.
  12. બરાબર ક્રશ કરી લો.
  13. હવે તેમાં ઓલિવ ઓઈલ નાખો.
  14. ફાઇન પેસ્ટ બનાવી લો.
  15. બનેલા પેસ્તો ને એક બાઉલમાં કાઢી લો.
  16. બ) દાબેલી મસાલો બનાવવા ની રીત
  17. એક કડાઈ લો.
  18. તેમાં સૂકા લાલ મરચા, ધાણા, લવિંગ અને જીરું નાખો.
  19. આ બધી સામગ્રીને બરાબર શેકી લો.
  20. બે થી ત્રણ મિનિટ સુધી શેકો.
  21. ત્યારબાદ ગેસ બંધ કરી લો.
  22. હવે આ સામગ્રી ને થોડી ઠંડી પડવા દો.
  23. ત્યારબાદ મિક્સરમાં ક્રશ કરી તેનો ફાઇન પાઉડર બનાવી લો.
  24. એક કપમાં કાઢીને એક તરફ મુકો.
  25. ક) દાબેલી નો માવો બનાવવા ની રીત
  26. એક કડાઈ લો.
  27. તેમાં તેલ ગરમ કરવા મૂકો.
  28. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો.
  29. જીરૂ ફૂટવા લાગે એટલે તેમાં ચપટી હિંગ, દાબેલી મસાલો, બાફેલા બટાકા, મીઠું વગેરે નાખીને મિક્સ કરો.
  30. જરૂર પડે તો થોડું પાણી ઉમેરો.
  31. હવે તેમાં બીટ રૂટ પેસ્ટો ઉમેરો.
  32. બરાબર મિક્સ કરી લો.
  33. મિશ્રણને એક થી બે મિનિટ સુધી ચડવા દો.
  34. ત્યારબાદ ગેસ બંધ કરી લો.
  35. હવે તેમાં ખજૂર-આમલીની ચટણી નાખીને મિક્સ કરો.
  36. મિશ્રણને ઠંડુ થવા દો.
  37. ડ) દાબેલી બનાવવા ની રીત
  38. પાવને વચ્ચેથી કાપી લો.
  39. હવે એક પેન લો.
  40. તેમાં બટર ગરમ કરવા માટે મૂકો.
  41. પાવ ની અંદરની તરફથી શેકી લો.
  42. અંદરની તરફ શેકાઈ જાય એટલે તેને ગેસ ઉપરથી ઉતારી લો.
  43. પાવ ને એક ડિશમાં મૂકો.
  44. હવે અંદરના નીચેની તરફ ના ભાગ ઉપર દાબેલી નો માવો પાથરો.
  45. તેની ઉપર ઝીણા સમારેલા કાંદા, શેકેલી સીંગ, કોથમીર, સેવ, દાડમ, લસણની ચટણી અને ખજૂર આમલીની ચટણી નાખો.
  46. હવે બીજો ભાગ તેની ઉપર ઢાંકો.
  47. પેનમાં થોડું બટર ગરમ કરીને પાઉં ને બંને બાજુ શેકી લો.
  48. પાવ માંથી બહાર દેખાતા દાબેલીના મસાલા ઉપર સેવ ભભરાવો.
  49. ગરમા ગરમ સર્વ કરો.

Reviews for Beetroot Pesto Dabeli in gujarati (0)

No reviews yet.

Recipes similar to Beetroot Pesto Dabeli in gujarati

  • દાબેલી

    44 likes
  • થેપલા દાબેલી

    11 likes
  • દાબેલી કિસેડીલાસ.

    6 likes
  • કચ્છી દાબેલી મસાલા ફ્લેવર્સ શક્કરપારા

    8 likes