હોમ પેજ / રેસિપી / મલ્ટીગ્રેઇન મસાલા રોટી

Photo of Multigrain masala roti by safiya abdurrahman khan at BetterButter
419
3
0.0(0)
0

મલ્ટીગ્રેઇન મસાલા રોટી

Sep-21-2018
safiya abdurrahman khan
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મલ્ટીગ્રેઇન મસાલા રોટી રેસીપી વિશે

સાદી રોટલી બાળકો રોજ ખાતા જ હોય પણ લંચબૉક્ષમા ક્યારેક આવી મસાલા વાળી રોટલી બનાવીને આપો તો બાળકોને જરૂર ગમશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘઉં નો લોટ ૧ કપ
  2. ચોખા નો લોટ ૧/૨ કપ
  3. જુવાર નો લોટ ૧/૪ કપ
  4. ચણા નો લોટ ૧/૪ કપ
  5. સમારેલી ડુંગળી ૧
  6. દહીં ૨ મોટી ચમચી
  7. સમારેલી કોથમીર ૧ મોટી ચમચી
  8. લીલા મરચા ની પેસ્ટ ૧ નાની ચમચી
  9. હળદર ૧ નાની ચમચી
  10. ધાણા પાવડર ૧/૨ નાની ચમચી
  11. શેકેલૂ જીરું પાવડર ૧/૨ નાની ચમચી
  12. ગરમ મસાલા પાવડર ૧/૪ નાની ચમચી
  13. મીઠુ જરૂર મુજબ
  14. ઘી ૧ નાની ચમચી
  15. તેલ ૩ મોટી ચમચી

સૂચનાઓ

  1. ઘઉં નો લોટ, ચોખા નો લોટ, જુવાર નો લોટ અને ચણા નો લોટ મિક્સ કરો.
  2. મિક્સ કરેલ લોટ મા બધાં મસાલા, સમારેલી ડુંગળી, સમારેલી કોથમીર, દહીં, મીઠુ,અને ઘી નાખી મિક્સ કરો.
  3. જરૂર મુજબ પાણી લઇ નરમ કણેક બાંધો. ઢાંકી ૨૦ મિનીટ રાખો.
  4. ૨૦ મિનીટ પછી નાનો લૂઓ લઈ રોટલી વણવી.
  5. ગરમ તવી પર સ્હેજ તેલ લગાડી બન્ને તરફ શેકી લેવી.
  6. મનગમતા શાક સાથે બાળકો ને ટિફિન મા આપી શકાય.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર