સ્ટેપ૧-સૌ પ્રથમ બટાકા બાફી લો.પછી ઠંડા થાય ત્યા સુધી લોટ બાંધી લો જેથી સમય ઓછો બગડે.. લોટ બાંધી ને બાજુ મા રાખી દો. બટાકા ઠંડા થઇ ગયાં પછી છાલ ઉતારી લો.તાવડી માં તેલ મૂકી ગરમ થાય એટલે જીરું ઉમેરો હિંગ પણ પછી વાટેલા આદું,મરચાં, લસણ ઉમેરો ને સાતળો પછી હળદર , લીમડાના પાન ઉમેરો ...હવે બટાકા ઉમેરો ને ચમચા થી મેશ કરો પછી સ્વાદ અનુસાર મીઠું નાખીને બરાબર મિક્ષ કરો. હવે થોડું ઠંડુ થવા દો.
સ્ટેપ-૨ લોટ લઈ પુરી વણો. નાની પુરી બનાવી વચ્ચે થી કટ કરો.
હવે સંકુ શેપ આપી ચમચી થી મિશ્રણ ભરો પાણી લઈ કિનારી પર લગાવો ને બંધ કરી દો.
બધા સમોસા બની જાય પછી પણ તળવા,કાટો સાથે બનાવી ને પણ તળી શકાય
તળવા માટે તેલ મુકો ને ધીમી આંચ પાર તળવા જેથી કાચા ના રહે
ગરમ ગરમ સમોસા ખજૂર ની ચટણી ને દહી સાથે સર્વ કરો....
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો