હોમ પેજ / રેસિપી / દેશી ડોનટ્સ

Photo of Deshi donuts by Shraddha Patel at BetterButter
745
1
0.0(0)
0

દેશી ડોનટ્સ

Sep-22-2018
Shraddha Patel
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દેશી ડોનટ્સ રેસીપી વિશે

આ ડોનટ્સ બનાવવા બહુ જ આસાન છે. તેમજ પૌષ્ટિક પણ છે અને તમારા બાળકો ને જરૂર થી ભાવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • બાફવું
  • સાંતળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. એક કપ મિક્સ લોટ(ઘઉ, બાજરી, ચણા)
  2. અડધો કપ છીણેલી દૂધી
  3. અડધો કપ બારીક સમારેલી મેથી
  4. બે ચમચી બારીક સમારેલી કોથમીર
  5. એક ડુંગળી બારીક સમારેલી
  6. એક ચમચી લસણ ની પેસ્ટ
  7. સ્વાદ પ્રમાણે મીઠું
  8. એક ચમચી હળદર
  9. એક ચમચી લાલ મરચું પાવડર
  10. એક ચમચી ધાણાજીરુ પાવડર
  11. એક ચમચી લીંબુ નો રસ
  12. 1/4 ચમચી ખાવાનો સોડા
  13. અડધી ચમચી રાઈ
  14. અડધી ચમચી આખું જીરું
  15. એક ચપટી હિંગ
  16. એક ચમચી સફેદ તલ
  17. છ ચમચી તેલ
  18. સાત આઠ મીઠા લીમડા ના પાન

સૂચનાઓ

  1. એક વાસણ મા છીણેલી દૂધી, મેથી, કોથમીર, લસણ ની પેસ્ટ, ડુંગળી નાખી બરાબર મિક્સ કરી લો.
  2. હવે તેમાં મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરુ પાવડર, લીંબુ નો રસ, ખાવાનો સોડા અને ત્રણ ચમચી તેલ ઉમેરો.
  3. બધું મિક્સ કરી લો.
  4. હવે તેમાં થોડો થોડો લોટ નાખતા જઈ મિક્સ કરવું. પાણી ઉમેરવું નહીં.
  5. તૈયાર થયેલ મિશ્રણ માંથી ડોનટ શેઈપ ની ટિક્કી બનાવી લો.
  6. હવે આ ડોનટ્સ ને ધીમી આંચ પર 20 મિનિટ માટે ઢાંકી ને વરાળે બાફી લો.
  7. હવે ડોનટ્સ બફાઈ જાય પછી વરાળ નીકળી જાય એટલી વાર રહેવા દો.
  8. હવે એક પેન મા ત્રણ ચમચી તેલ ગરમ કરો.
  9. તેલ ગરમ થાય એટલે રાઈ, આખું જીરું, લીમડા ના પાન, હિંગ અને તલ તતડાવો.
  10. ત્યારબાદ તેમાં ડોનટ્સ મૂકો અને બન્ને બાજુ ક્રિસ્પી થાય એવા સાંતળી લો.
  11. તો તૈયાર છે દેશી ડોનટ્સ કેચઅપ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર