Open in app

દેશી ડોનટ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  3 people
Shraddha Patel22nd Sep 2018

Deshi donuts ના વિશે

Ingredients to make Deshi donuts in gujarati

  • એક કપ મિક્સ લોટ(ઘઉ, બાજરી, ચણા)
  • અડધો કપ છીણેલી દૂધી
  • અડધો કપ બારીક સમારેલી મેથી
  • બે ચમચી બારીક સમારેલી કોથમીર
  • એક ડુંગળી બારીક સમારેલી
  • એક ચમચી લસણ ની પેસ્ટ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • એક ચમચી હળદર
  • એક ચમચી લાલ મરચું પાવડર
  • એક ચમચી ધાણાજીરુ પાવડર
  • એક ચમચી લીંબુ નો રસ
  • 1/4 ચમચી ખાવાનો સોડા
  • અડધી ચમચી રાઈ
  • અડધી ચમચી આખું જીરું
  • એક ચપટી હિંગ
  • એક ચમચી સફેદ તલ
  • છ ચમચી તેલ
  • સાત આઠ મીઠા લીમડા ના પાન

How to make Deshi donuts in gujarati

  1. એક વાસણ મા છીણેલી દૂધી, મેથી, કોથમીર, લસણ ની પેસ્ટ, ડુંગળી નાખી બરાબર મિક્સ કરી લો.
  2. હવે તેમાં મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરુ પાવડર, લીંબુ નો રસ, ખાવાનો સોડા અને ત્રણ ચમચી તેલ ઉમેરો.
  3. બધું મિક્સ કરી લો.
  4. હવે તેમાં થોડો થોડો લોટ નાખતા જઈ મિક્સ કરવું. પાણી ઉમેરવું નહીં.
  5. તૈયાર થયેલ મિશ્રણ માંથી ડોનટ શેઈપ ની ટિક્કી બનાવી લો.
  6. હવે આ ડોનટ્સ ને ધીમી આંચ પર 20 મિનિટ માટે ઢાંકી ને વરાળે બાફી લો.
  7. હવે ડોનટ્સ બફાઈ જાય પછી વરાળ નીકળી જાય એટલી વાર રહેવા દો.
  8. હવે એક પેન મા ત્રણ ચમચી તેલ ગરમ કરો.
  9. તેલ ગરમ થાય એટલે રાઈ, આખું જીરું, લીમડા ના પાન, હિંગ અને તલ તતડાવો.
  10. ત્યારબાદ તેમાં ડોનટ્સ મૂકો અને બન્ને બાજુ ક્રિસ્પી થાય એવા સાંતળી લો.
  11. તો તૈયાર છે દેશી ડોનટ્સ કેચઅપ સાથે સર્વ કરો.

Reviews for Deshi donuts in gujarati (0)

No reviews yet.

Recipes similar to Deshi donuts in gujarati

  • દેશી પિઝા

    3 likes
  • દેશી નાચોસ

    1 likes
  • આયુર્વેદીક દેશી ભાત

    3 likes
  • લેફ્ટઓવેર રાઈસ ડોનટ્સ

    8 likes
  • ઘંઉના લોટના ચોકલેટ ડોનટ્સ

    4 likes
  • દેશી ભીંડા ના શાક સાથે સ્વામિનારાયણ ની રોટલી

    3 likes