Open in app

ઢોકળા સેન્ડવિચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  600 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  5 people
Dimpal Patel22nd Sep 2018

Dhokla Sandwich ના વિશે

Ingredients to make Dhokla Sandwich in gujarati

  • ચોખા - ૩ કપ
  • અડદ ની દાળ - ૧ કપ
  • પલાળેલા પૌંઆ - ૧/૪ કપ
  • આદુ અને મરચાં ની પેસ્ટ - ૩ મોટી ચમચી
  • હીંગ - ૧ નાની ચમચી
  • ઈનો - પેકેટ
  • લાલ મરચા ની ભૂકી - ૧ મોટી ચમચી
  • મરી પાવડર - ૧ મોટી ચમચી
  • મીઠું - ૧ નાની ચમચી
  • તેલ - ૩ મોટી ચમચી
  • સેન્ડવિચ સ્ટફિંગ ની સામગ્રી :
  • કાપેલા કાંદા - ૨ મોટી ચમચી
  • કાપેલા કેપ્સિકમ - ૨ મોટી ચમચી
  • કાપેલું કોબીજ - ૨ મોટી ચમચી
  • કાપેલા ગાજર - ૨ મોટી ચમચી
  • સેઝવાન ચટણી - ૩ મોટી ચમચી
  • ટોમેટો કેચપ - ૨ મોટી ચમચી
  • કોથમીર ની લીલી ચટણી - ૨ મોટી ચમચી
  • છીણેલું ચીઝ - ૧/૨ કપ
  • વઘાર માટેની સામગ્રી :
  • રાઈ - ૧ મોટી ચમચી
  • જીરું - ૧ મોટી ચમચી
  • તલ - ૧ મોટી ચમચી
  • બટર - ૩ મોટી ચમચી
  • સજાવવા માટે :
  • કાપેલી કોથમીર
  • ટોમેટો કેચપ
  • લીલી ચટણી

How to make Dhokla Sandwich in gujarati

  1. ચોખા અને અદડની દાળ ને ૪ થી ૫ કલાક માટે પલાળી દેવું.
  2. મિક્સરમાં ચોખા , અદડની દાળ અને પલાળેલા પૌંઆ ને થોડું પાણી નાંખીને વાટી લેવું. ફરી ૪ થી ૫ કલાક બાજુ પર રહેવા દેવું.
  3. પછી તેમાં આદુ - મરચાં ની પેસ્ટ , હિંગ અને મીઠું ઉમેરવું.
  4. ઢોકળાના કૂકરમાં પાણી ગરમ કરવા મૂકવું. ઢોકળા ની ડીશમાં તેલ લગાડી દેવું.
  5. ઢોકળાના ખીરામાં ઈનો નાંખી ને બરાબર હલાવવું. પછી તેને ઢોકળા ની ડીશમાં પાથરવું. ઉપર મરી પાવડર અને લાલ મરચું ભભરાવવું.
  6. ઢોકળાની ડીશ ને કૂકરમાં મૂકીને ૫ થી ૬ મિનિટ થવા દેવું.
  7. ઢોકળા ની ડીશને ૧૫ મિનિટ ઠંડી થવા દેવી. પછી તેમાંથી ગોળ ટુકડા કાપી લેવા.
  8. સેન્ડવિચ ની બધી સામગ્રી મિક્સ કરવી.
  9. ઢોકળા ના ૨ ટુકડા લેવા. એક પર ટોમેટો કેચપ અને બીજા પર લીલી ચટણી લગાડવી.
  10. એક ટુકડા પર સેન્ડવીચ નું સ્ટફિંગ મૂકવું.
  11. બીજા ટુકડા ને સ્ટફિંગ પર મૂકી ને બધી સેન્ડવીચ તૈયાર કરી લેવી.
  12. એક નોનસ્ટિક પેણીમાં બટર લેવું. તેમાં રાઈ , જીરું અને તલ નાંખવા. રાઈ તતડે એટલે તૈયાર કરેલી બધી સેન્ડવિચને તેમાં મૂકીને સેલો ફ્રાય કરી લેવી.
  13. ઢોકળા સેન્ડવીચ ને કોથમીરથી સજાવવી.
  14. ટોમેટો કેચપ અને લીલી ચટણી સાથે પીરસવું.

Reviews for Dhokla Sandwich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dhokla Sandwich in gujarati

  • ઢોકળા

    44 likes
  • ઢોકળા

    9 likes
  • ઢોકળા

    2 likes
  • ઢોકળા...

    0 likes
  • તવા ઢોકળા

    4 likes
  • ખમણ ઢોકળા

    2 likes