હોમ પેજ / રેસિપી / મસાલા લછ્છા પરોઠા

Photo of Masala Lachhcha Paratha by safiya abdurrahman khan at BetterButter
320
4
0.0(0)
0

મસાલા લછ્છા પરોઠા

Sep-22-2018
safiya abdurrahman khan
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા લછ્છા પરોઠા રેસીપી વિશે

આ લછ્છા પરાઠા સ્હેજ જુદી રીતે બનાવ્યા છે, સવારે નાસ્તામાં અને બાળકોના ટિફિન મા આપી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘઉં નો લોટ ૧ કપ
  2. મેંદો ૧/૨ કપ
  3. સમારેલી કોથમીર ૧ નાની ચમચી
  4. મીઠુ ૧ નાની ચમચી
  5. કસ્તુરી મેથી ૧ નાની ચમચી
  6. શેકેલા ધાણા પાવડર ૧/૨ નાની ચમચી
  7. શેકેલા જીરા પાવડર ૧/૨ નાની ચમચી
  8. ચીલી ફલેકસ૧/૨ નાની ચમચી
  9. ચાટ મસાલા ૧/૪ નાની ચમચી
  10. તેલ 2 મોટી ચમચી

સૂચનાઓ

  1. એક બોલ મા મેંદો, ઘઉં નો લોટ, મીઠુ, કોથમીર નાખી મિક્સ કરો.
  2. ઘી નાખી બરાબર મસળી નરમ લોટ બાંધો. ઢાંકીને 20 મિનીટ બાજુ પર મૂકો.
  3. બીજા વાસણ મા કસ્તુરી મેથી, ધાણા પાવડર,જીરા પાવડર, ચાટ મસાલો અને ચીલી ફ્લેક્સ લો.બધો મસાલો મિક્સ કરી લો.
  4. લોટમાંથી મોટો લૂઓ લઇ રોટલી વણો. તેના પર બરાબર તેલ ચોપડી તૈયાર મસાલો નાખો.
  5. હવે રોટલી થોડુ વાળતા જાઓ,જેમ કાગળ નો હાથપઁખો બનાવીએ છીએ તેમ વાળતા જાઓ.
  6. રોલ કરી બરાબર દબાવી ચપટું કરો અને ફરી રોટલી વણી લો.
  7. ગરમ નોનસ્ટિક તવા પર પરાઠા ને બન્ને બાજુ શેકી લો. તેલ લગાડી ક્રિસ્પી કરી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર