હોમ પેજ / રેસિપી / પીઝા ગ્રિલ્ડ ચિકન સેન્ડવિચ

Photo of Pizza grilled chicken sandwich by safiya abdurrahman khan at BetterButter
532
1
0.0(0)
0

પીઝા ગ્રિલ્ડ ચિકન સેન્ડવિચ

Sep-22-2018
safiya abdurrahman khan
20 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પીઝા ગ્રિલ્ડ ચિકન સેન્ડવિચ રેસીપી વિશે

અહીં મે પીઝા સોસ અને પીઝા સિઁઝનીંગ નો ઉપયોગ કરી ચિકન સેન્ડવિચ બનાવી છે,જે બાળકોને ખાસ ગમશે.

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • મિશ્રણ
  • પ્રેશર કુક
  • ગ્રીલ્લીંગ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. ચિકન ૨૫૦ ગ્રામ
  2. આદુ લસણ પેસ્ટ ૧ નાની ચમચી
  3. લીલા મરચાની પેસ્ટ ૧ નાની ચમચી
  4. પૅપ્રિકા ૧ નાની ચમચી
  5. મરીનો ભૂકો ૧ નાની ચમચી
  6. સ્વાદમૂજબ મીઠુ
  7. મેયોનીઝ ૧/૨ કપ
  8. સમારેલી કોથમીર ૧ મોટી ચમચી
  9. પિઝા સિઝનીંગ ૧ નાની ચમચી
  10. ચીઝ ખમણેલૂ ૨ કપ
  11. સ્વાદમુજબ પીઝા સોસ
  12. બ્રેડ પર લગાડવા માખણ
  13. બ્રેડ નાં પીસ ૮

સૂચનાઓ

  1. ચિકન મા મીઠુ, આદુ લસણ ની પેસ્ટ, લીલા મરચા ની પેસ્ટ નાખી મિક્સ કરો.
  2. પ્રેશર કૂકર મા મિક્સ કરેલું ચિકન નાખી ૨ સિટી કરો.
  3. ગેસ બંદ કરી પાણી સુકવી થઁડ઼ુ કરી શ્રેડ કરી લો.
  4. શ્રેડેડ ચિકન મ મરી, મીઠુ, પૅપ્રિકા, પીઝા સિઝનીંગ, સમારેલી કોથમીર અને માયાનીઝ નાખી બરાબર મિક્સ કરો.
  5. બ્રેડ ના એક પીસ પર માખણ લગાવો, તેનાં પર ચિકન નું મિશ્રણ બરાબર લગાડો.ખમણેલુ ચીઝ ભભરાવો.
  6. બ્રેડ નાં બીજા પીસ પર પીઝા સોસ લગાડી ચિકન વાળા પીસ પર ગોઠવી સેન્ડવિચ બનાવી લો.
  7. ઉપર અને નીચે બન્ને ભાગ પર સ્હેજ માખણ લગાડી ગ્રીલ ટૉસ્ટર મા ગ્રીલ કરી લો.
  8. કેચપ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર