Open in app

અમેરિકન બેકડ કોર્ન નગેટસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Mumma's kitchen22nd Sep 2018

American baked Corn nuggets ના વિશે

Ingredients to make American baked Corn nuggets in gujarati

  • 3-4 નંગ મિડિયમ સાઈઝ ના બાફેલા બટાકા નો માવો
  • એક કપ બાફેલી સ્વીટકોન ના દાણા
  • 1/2 કપ બ્રેડ ક્રમ
  • 2 ટેબલસ્પૂન કોનફલોર
  • મિકસ હૅબસ
  • 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેકસ
  • સ્વાદ અનુસાર મીઠું
  • 1 ટીસ્પૂન ચાટ મસાલો
  • 2 ટેબલસ્પૂન તેલ ઓઇલીંગ કરવા માટે

How to make American baked Corn nuggets in gujarati

  1. સૌ પ્રથમ બાફેલા મકાઈ ના દાણા ને મિકસર મા અધકચરા ક્રશ કરી લો. અને એક બાઉલ મા ઉપર જણાવ્યા મુજબ ની તેલ સિવાય ની બધી સામગ્રી મિક્સ કરી લો.
  2. તેને બરાબર મિક્સ કરી લો અને તેને કલીંગ રેપ મા પેક કરી 10 મિનીટ સુધી ફ્રીઝર મા મુકી દો, સાથે સાથે જ એરફ્રાયર ને 180 ડીગ્રી તાપમાન પર મૂકી પ્રીહીટ કરવા માટે મુકી દો.
  3. ત્યાર બાદ 10 મિનિટ બાદ તૈયાર કરેલા માવા ને બહાર કાઢી લો અને તેના એક સરખા લુઆ તૈયાર કરી લો અને તેને લંબગોળ આકાર ના નગેટસ તૈયાર કરી લો.
  4. હવે આ તૈયાર કરેલા નગેટસ પર બ્રશ વડે તેલ લગાવો અને તેને એરફ્રાયર મા બેક કરવા માટે મુકી દો. એર ફ્રાયર ની જાળી પર બેકિંગ શીટ મૂકો જેથી તે જાળી મા ચીપકે નહીં.
  5. 15 મિનીટ સુધી બેક કરી લો અને તેને વચે વચ્ચે ચેક કરી લો. બ્રાઉન રંગ ના થઈ જાય એટલે તેને બહાર કાઢી લો, તેને ગરમા ગરમ ટોમેટો સોસ સાથે પીરસી દો અથવા ટિફિન બૉક્સ મા પેક કરી ને તમારા લાડકાઓ ને સરપ્રાઈઝ આપી દો.
  6. આ નગેટસ તમારા બાળકોને તો ભાવશે જ પરંતુ તમારા ઘરમાં પાર્ટી હોય તો મહેમાન ને સ્ટાટૅર તરીકે પણ પીરસી શકાય છે

Reviews for American baked Corn nuggets in gujarati (0)

No reviews yet.

Recipes similar to American baked Corn nuggets in gujarati