BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / અમેરિકન બેકડ કોર્ન નગેટસ

Photo of American baked Corn nuggets by Mumma's kitchen at BetterButter
0
2
0(0)
0

અમેરિકન બેકડ કોર્ન નગેટસ

Sep-22-2018
Mumma's kitchen
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અમેરિકન બેકડ કોર્ન નગેટસ રેસીપી વિશે

હેલો મમ્મા'સ, શું તમને પણ મારી જેમ એક પ્રશ્ન સતાવે છે કે રોજ રોજ શુ બનાવવુ અને ટિફીન મા આપવુ કે જેથી બાળકો મોજ થી ટિફીન ખાઈ લે,ઘર મા બાળકો હોય એટલે મમ્મી ઓ ની કિચન યાત્રા સમાપ્ત થાય જ નહીં, બરાબર ને? દરેક મા પોતાના બાળકોને હેલ્ધી રાખવા માટે તેને પોષણયુકત ખોરાક આપવા નો આગ્રહ રાખતી જ હોય છે. તળેલા અને તૈલયૂકત ખોરાક ન આપીએ એટલુ સારૂ, બજાર મા મળતા ફ્રોઝન ફુડ મળે છે તે બાળકો ને ખુબ પસંદ આવે છે પરંતુ એમા રહેલ પ્રીઝવેટીવ જેના કારણે આ ખોરાક લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે, પરંતુ તે પ્રીઝવેટીવ હેલ્ધ માટે નુકસાનકારક સાબિત થઈ ગયુ છે, આજ હું તમને આવુ એક ફુડ એક ખુબ જ સરળ રીતે અને કોઇપણપ્રકાર ના પ્રીઝવેટીવ વગર અને હા એ પણ તેલ મા તળીયા વગર કેવી રીતે બને તે શીખવાડીશ, અને તેનુ નામ છે કોનૅ નગેટસ. નામ સાંભળીને જ તમારા મોં મા પાણી આવી ગયું ને? તો ચાલો આજ કોનૅ નગેટસ એરફ્રાયર મા કેવી રીતે બને છે તે શીખવાડીશ. આ નગેટસ તમારા બાળકોને ટિફીન મા આપી શકાય છે, રોટલી શાક ન ખાતા બાળકો આવુ ટિફીન ઝટપટ ખાઈ લેશે.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • બાળકો માટે વાનગીઓ
 • અમેરિકન
 • એર ફ્રાઈગ
 • સ્નેક્સ
 • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

 1. 3-4 નંગ મિડિયમ સાઈઝ ના બાફેલા બટાકા નો માવો
 2. એક કપ બાફેલી સ્વીટકોન ના દાણા
 3. 1/2 કપ બ્રેડ ક્રમ
 4. 2 ટેબલસ્પૂન કોનફલોર
 5. મિકસ હૅબસ
 6. 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેકસ
 7. સ્વાદ અનુસાર મીઠું
 8. 1 ટીસ્પૂન ચાટ મસાલો
 9. 2 ટેબલસ્પૂન તેલ ઓઇલીંગ કરવા માટે

સૂચનાઓ

 1. સૌ પ્રથમ બાફેલા મકાઈ ના દાણા ને મિકસર મા અધકચરા ક્રશ કરી લો. અને એક બાઉલ મા ઉપર જણાવ્યા મુજબ ની તેલ સિવાય ની બધી સામગ્રી મિક્સ કરી લો.
 2. તેને બરાબર મિક્સ કરી લો અને તેને કલીંગ રેપ મા પેક કરી 10 મિનીટ સુધી ફ્રીઝર મા મુકી દો, સાથે સાથે જ એરફ્રાયર ને 180 ડીગ્રી તાપમાન પર મૂકી પ્રીહીટ કરવા માટે મુકી દો.
 3. ત્યાર બાદ 10 મિનિટ બાદ તૈયાર કરેલા માવા ને બહાર કાઢી લો અને તેના એક સરખા લુઆ તૈયાર કરી લો અને તેને લંબગોળ આકાર ના નગેટસ તૈયાર કરી લો.
 4. હવે આ તૈયાર કરેલા નગેટસ પર બ્રશ વડે તેલ લગાવો અને તેને એરફ્રાયર મા બેક કરવા માટે મુકી દો. એર ફ્રાયર ની જાળી પર બેકિંગ શીટ મૂકો જેથી તે જાળી મા ચીપકે નહીં.
 5. 15 મિનીટ સુધી બેક કરી લો અને તેને વચે વચ્ચે ચેક કરી લો. બ્રાઉન રંગ ના થઈ જાય એટલે તેને બહાર કાઢી લો, તેને ગરમા ગરમ ટોમેટો સોસ સાથે પીરસી દો અથવા ટિફિન બૉક્સ મા પેક કરી ને તમારા લાડકાઓ ને સરપ્રાઈઝ આપી દો.
 6. આ નગેટસ તમારા બાળકોને તો ભાવશે જ પરંતુ તમારા ઘરમાં પાર્ટી હોય તો મહેમાન ને સ્ટાટૅર તરીકે પણ પીરસી શકાય છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર