Open in app

હેલ્ધી પાવ ભાજી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Mumma's kitchen22nd Sep 2018

Healthy Pav bhaji ના વિશે

Ingredients to make Healthy Pav bhaji in gujarati

  • 1 1/2 કપ સમારેલી દુધી
  • 1 નંગ સમારેલુ ગાજર
  • 2-3 નંગ સમારેલા બટાટા
  • 1/2 કપ વટાણા
  • એક નંગ નાની સાઈઝ નુ બીટરૂટ
  • 2 નંગ બારિક સમારેલા કાંદા
  • 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ
  • 2-3 ટેબલસ્પૂન બટર
  • 1 ટેબલસ્પૂન લાલ મરચાંનો પાઉડર
  • 1 ટીસ્પૂન હળદર
  • 1 ટેબલસ્પૂન પાવભાજી મસાલો
  • સ્વાદ અનુસાર મીઠું
  • 1 ટેબલસ્પૂન લીંબુનો રસ
  • સમારેલી કોથમીર

How to make Healthy Pav bhaji in gujarati

  1. સૌ પ્રથમ દરેક શાક ને ધોઈ ને સમારી ને પ્રેશરકુકર મા બાફી લો બીટરૂટ ને ધોઈ ને તેને આખુ જ બાફવુ. બફાઈ ગયેલા શાકભાજી ને બ્લેનડર ફેરવી ને ક્રશ કરી લો.
  2. ત્યાર બાદ એક પેનમાં બટર ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં કાંદા સાંતળો ત્યાર બાદ તેમાં લસણ ની પેસ્ટ નાંખીને તેને સાંતળો અને ત્યારબાદ તેમા ક્રશ કરેલાં ટમેટા ઊમેરો, સાથે બાફેલા બીટ ને પણ ખમણી લો અને તેમા ઉમેરી દો, બધુ બરાબર સાંતળી લો
  3. ત્યાર બાદ તેમાં લાલ મરચુ, હળદર અને પાવ ભાજી નો મસાલો ઉમેરી ને સાંતળો.
  4. મસાલો બરાબર ભળી જાય એટલે તેમાં બાફેલા અને ક્રશ કરેલાં શાક ઉમેરી દો.
  5. તેમા સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ નો રસ ઉમેરો મસાલા નો સ્વાદ અને સુંગધ ભળે ત્યાં સુધી સાંતળો.
  6. તૈયાર છે તમારી સરપ્રાઈઝ પાવભાજી, તેને ગરમા ગરમ પાવ અથવા પરાઠા સાથે પીરસી દો અથવા ટિફિન બૉક્સ મા પેક કરી ને તમારા લાડકાઓ ને સરપ્રાઈઝ આપો.

Reviews for Healthy Pav bhaji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Healthy Pav bhaji in gujarati

  • વડા પાવ

    285 likes
  • પાવ ભાજી

    692 likes
  • મિસળ પાવ

    322 likes
  • સાય ભાજી

    1 likes
  • મસાલા પાવ

    3 likes
  • ભાજી બટાકા

    2 likes