હોમ પેજ / રેસિપી / હેલ્ધી પાવ ભાજી

Photo of Healthy Pav bhaji by Mumma's kitchen at BetterButter
582
1
0.0(0)
0

હેલ્ધી પાવ ભાજી

Sep-22-2018
Mumma's kitchen
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હેલ્ધી પાવ ભાજી રેસીપી વિશે

હેલો મમ્મા'સ, આજ હું ફરી એકવાર એક હેલ્ધી વાનગી લાવી છુ, મારા બાળકો શાકભાજી ખાવાનુ પસંદ નથી કરતા, ખાસ કરીને રોટલી અને શાક જો ટિફીન મા આપો તો ટિફીન એમજ પાછુ આવી જાય છે,દુધી,ગાજર,બીટરુટ જેવા શાક નુ નામ પડે ત્યાં તો તેમના નાક ના ટેરવા ચઢી જાય. પરંતુ પીઝા, પાસતા, પાવભાજી પીરસો તો એમને મજા પડી જાય, હું રોજ કંઈક નવું વિચારુ કે બાળકો ને આ બધા શાક કેવી રીતે ખવડાવુ, આજ મે આ બધા શાક ની પાવભાજી બનાવી છે, જે બાળકો ને ખુબ પસંદ આવે છે બીટરૂટ ના કારણે તેનો રંગ પણ ખુબ જ આકષૅક દેખાય છે, બાળકો જ્યારે એમનુ ટિફીન ખોલે અને એમાય તેનેમનભાવતી વાનગી ટિફિન મા જોવે એટલે બાળકો ખુશ થઈ જાય છે. તો મારા બાળકોને તો આ પાવભાજી ખુબ જ ભાવી તમે પણ જરૂર બનાવજો અને તમારા બાળકો ને ટિફીન મા આપો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ભારતીય
  • પ્રેશર કુક
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 1/2 કપ સમારેલી દુધી
  2. 1 નંગ સમારેલુ ગાજર
  3. 2-3 નંગ સમારેલા બટાટા
  4. 1/2 કપ વટાણા
  5. એક નંગ નાની સાઈઝ નુ બીટરૂટ
  6. 2 નંગ બારિક સમારેલા કાંદા
  7. 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ
  8. 2-3 ટેબલસ્પૂન બટર
  9. 1 ટેબલસ્પૂન લાલ મરચાંનો પાઉડર
  10. 1 ટીસ્પૂન હળદર
  11. 1 ટેબલસ્પૂન પાવભાજી મસાલો
  12. સ્વાદ અનુસાર મીઠું
  13. 1 ટેબલસ્પૂન લીંબુનો રસ
  14. સમારેલી કોથમીર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ દરેક શાક ને ધોઈ ને સમારી ને પ્રેશરકુકર મા બાફી લો બીટરૂટ ને ધોઈ ને તેને આખુ જ બાફવુ. બફાઈ ગયેલા શાકભાજી ને બ્લેનડર ફેરવી ને ક્રશ કરી લો.
  2. ત્યાર બાદ એક પેનમાં બટર ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં કાંદા સાંતળો ત્યાર બાદ તેમાં લસણ ની પેસ્ટ નાંખીને તેને સાંતળો અને ત્યારબાદ તેમા ક્રશ કરેલાં ટમેટા ઊમેરો, સાથે બાફેલા બીટ ને પણ ખમણી લો અને તેમા ઉમેરી દો, બધુ બરાબર સાંતળી લો
  3. ત્યાર બાદ તેમાં લાલ મરચુ, હળદર અને પાવ ભાજી નો મસાલો ઉમેરી ને સાંતળો.
  4. મસાલો બરાબર ભળી જાય એટલે તેમાં બાફેલા અને ક્રશ કરેલાં શાક ઉમેરી દો.
  5. તેમા સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ નો રસ ઉમેરો મસાલા નો સ્વાદ અને સુંગધ ભળે ત્યાં સુધી સાંતળો.
  6. તૈયાર છે તમારી સરપ્રાઈઝ પાવભાજી, તેને ગરમા ગરમ પાવ અથવા પરાઠા સાથે પીરસી દો અથવા ટિફિન બૉક્સ મા પેક કરી ને તમારા લાડકાઓ ને સરપ્રાઈઝ આપો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર