હોમ પેજ / રેસિપી / રાજગરાની પૌષ્ટિક ઉપમા

Photo of Healthy Rajgira Upma by Leena Mehta at BetterButter
1318
3
0.0(0)
0

રાજગરાની પૌષ્ટિક ઉપમા

Sep-23-2018
Leena Mehta
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાજગરાની પૌષ્ટિક ઉપમા રેસીપી વિશે

રાજગરો શક્તિનુ પાવર હાઉસ કહેવાય છે અને તે બાળકો ને નાસ્તામાં આપવામાં આવે તો તેનાથી તેમને શક્તિ અને સ્વાદ બંને મળી રહે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. રાજગરો 1/2 કપ
  2. મોરૈયો 1/2 કપ
  3. સિંગદાણા 3 મોટી ચમચી
  4. 1 નાનુ બાફેલુ બટાકુ
  5. 1 નાનુ ગાજર ઝીણું સમારેલુ
  6. 1 લીલું મરચું ઝીણું સમારી
  7. મીઠા લીમડાના પાન 7-8
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. તેલ 1.ચમચી
  10. ઘી 1 ચમચી

સૂચનાઓ

  1. મોરૈયાનો મિક્સરમાં લોટ કરી લો.
  2. કડાઈમાં તેલ મૂકીને તેમાં સિંગદાણા સાંતળી બહાર કાઢી લો.
  3. તેલમાં જીરૂ ઉમેરી તેમાં મીઠા લીમડાના પાન અને સમારેલુ મરચું નાખીને સાંતળો. તેમાં ઝીણુ સમારેલ ગાજર સાંતળો.
  4. તેમાં બાફેલા બટાકા ના કટકા ઉમેરો. બરાબર સંતળાઈ એટલે તેમાં રાજગરાનો અને મોરૈયાનો લોટ મિક્સ કરો.
  5. બરાબર શેકી તેમાં ગરમ પાણી 1 1/5 (દોઢ) કપ ઉમેરો. તેમાં મીઠું અને અડધા ભાગના સિંગદાણા ઉમેરો.
  6. પાણી નો ભાગ બળી જાય એટલે ઉપમા તૈયાર.
  7. તેમાં બાકીના સિંગદાણા અને 1 ચમચી ઘી ઉમેરી મિક્સ કરી સ્ટીલના ડબ્બામાં ભરો. દહીંમાં ખાંડ અને મીઠું નાખીને ઝેરી લો. ઉપમા દહી સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર