હોમ પેજ / રેસિપી / ફણગાવેલા મગ પૌંઆ

Photo of Sprouts poha by Leena Mehta at BetterButter
1121
3
0.0(0)
0

ફણગાવેલા મગ પૌંઆ

Sep-23-2018
Leena Mehta
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફણગાવેલા મગ પૌંઆ રેસીપી વિશે

ફણગાવેલા મગ પ્રોટીનસભર હોય છે. બાળકોને એકલા ફણગાવેલા કઠોળ આપીએ તો 95% બાળકો ખાવામાં નખરા કરતા હોય છે. આજ કઠોળ જો પૌંઆ સાથે આપ્યે તો ટેસ્ટ અને હેલ્થ બંને માં સરસ રહે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. પૌંઆ 1 કપ
  2. 1/2 કપ ફણગાવેલા મગ / કઠોળ
  3. 1 ઝીણી સમારેલી ડુંગળી
  4. 2-3 ચમચી સિંગદાણા
  5. 1 લીલું મરચું ઝીણું સમારેલ
  6. 1/2 લીંબુ નો રસ
  7. 1 ચમચી ખાંડ
  8. 2 ચમચી તેલ
  9. 1 નાની ચમચી રઈ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. હળદર 2 ચપટી

સૂચનાઓ

  1. પૌંઆ ને ધોઈ કોરા કરી લો. કડાઈમાં તેલ મૂકીને તેમાં રાઇ તતડે એટલે મીઠા લીમડાના પાન, લીલું મરચું અને ફણગાવેલા મગ નાંખી બરાબર મિક્સ કરો.
  2. 3-4 મિનિટ સાંતળીને તેના ભાગનુ મીઠું અને હળદર નાખો.
  3. પૌંઆ માં મીઠું હળદર લીંબુ ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો.
  4. તેને કડાઈમાં મગ સાથે મિક્સ કરીને 2-3 મિનિટ ચડવા દો.
  5. કોથમીર ભભરાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર