લેમન રાઈસ | Lemon rice Recipe in Gujarati

ના દ્વારા Shraddha Patel  |  23rd Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Lemon rice by Shraddha Patel at BetterButter
લેમન રાઈસby Shraddha Patel
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    2

    લોકો

0

0

લેમન રાઈસ વાનગીઓ

લેમન રાઈસ Ingredients to make ( Ingredients to make Lemon rice Recipe in Gujarati )

  • એક કપ બાસમતી ચોખા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • જરૂર મુજબ પાણી
  • એક ચમચી રાઈ
  • એક ચમચી ચણા ની દાળ
  • એક ચમચી અડદ ની દાળ
  • 1/4 કપ શીંગદાણા
  • ચાર પાંચ મીઠા લીમડા ના પાન
  • એક નંગ મરચું બારીક સમારેલું
  • બે ચમચી બારીક સમારેલી કોથમીર
  • અડધી ચમચી હળદર
  • એક લીંબુ નો રસ
  • ચપટી હિંગ
  • બે ચમચી તેલ

How to make લેમન રાઈસ

  1. સૌ પ્રથમ ચોખા ધોઈ ને તેમાં પાણી અને મીઠું નાખી રાંધી લો.
  2. ચોખા રંધાઈ ગયા બાદ એક કઢાઈ મા તેલ ગરમ કરો.
  3. તેલ ગરમ થાય એટલે રાઈ તતડાવો.
  4. હવે તેમાં લીમડા ના પાન, હિંગ, ચણા ની દાળ, અડદ ની દાળ, શીંગદાણા, હળદર અને મરચા ઉમેરી સાંતળો.
  5. થોડી વાર સાંતળ્યા પછી તેમાં રાંધેલા ચોખા ઉમેરો અને બરાબર મિક્સ કરો.
  6. હવે તેમાં કોથમીર અને લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરી ગરમાગરમ લેમન રાઈસ સર્વ કરો.

Reviews for Lemon rice Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો