ચિકન વેજી માયો ગ્રિલ્ડ સેન્ડવિચ | Chicken Veggie Mayo Grilled Sandwich Recipe in Gujarati

    ના દ્વારા safiya abdurrahman khan  |  24th Sep 2018  |  
    0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
    • Photo of Chicken Veggie Mayo Grilled Sandwich by safiya abdurrahman khan at BetterButter
    ચિકન વેજી માયો ગ્રિલ્ડ સેન્ડવિચby safiya abdurrahman khan
    • તૈયારીનો સમય

      30

      મીની
    • બનાવવાનો સમય

      25

      મીની
    • પીરસવું

      4

      લોકો

    0

    0

    ચિકન વેજી માયો ગ્રિલ્ડ સેન્ડવિચ

    ચિકન વેજી માયો ગ્રિલ્ડ સેન્ડવિચ Ingredients to make ( Ingredients to make Chicken Veggie Mayo Grilled Sandwich Recipe in Gujarati )

    • બોનલેસ ચિકન ૩૦૦ ગ્રામ
    • આદું લસણ પેસ્ટ ૧ નાની ચમચી
    • ગરમ મસાલો ૧/૨ નાની ચમચી
    • લીલા મરચા ની પેસ્ટ ૧/૨ નાની ચમચી
    • મીઠુ સ્વાદમુજબ
    • ઝીણી સમારેલી કોબી ૧/૨ કપ
    • ઝીણી સમારેલી ગાજર ૧/૨ કપ
    • ઝીણી સમારેલી કેપ્સીકમ ૧/૨ કપ
    • કાળી મરીનો પાવડર ૧/૨ નાની ચમચી
    • લાલ મરચા ની ભૂકી ૧/૨ નાની ચમચી
    • તેલ ૧ નાની ચમચી
    • માયોનીઝ ૧ કપ
    • બ્રેડ ૯
    • માખણ બ્રેડ પર લગાડવા
    • લીલી ચટણી જરૂર મુજબ
    • ટોમેટો સોસ જરૂર મુજબ
    • ખમણેલુ ચીઝ જરૂર મુજબ

    How to make ચિકન વેજી માયો ગ્રિલ્ડ સેન્ડવિચ

    1. ચિકન મ આદું લસણ પેસ્ટ,લીલા મરચા ની પેસ્ટ, ગરમ મસાલો,મીઠુ નાખી ૨ સિટી કરી બાફી લો.
    2. થઈ જાય તો બધુ પણી સુકવી નાનાં નાનાં તાંતણા કરી લેવા( શ્રેડ કરી લો) અને ૧/૨ કપ માયૉનીઝ નાખી મિક્સ કરી લો.
    3. નોનસ્ટિક પેન માં ૧ નાની ચમચી તેલ ગરમ કરી કોબી નાખી સાંતળો.
    4. ૫ મિનીટ પછી કેપ્સીકમ અને ગાજર નાખી સાંતળો.
    5. ૫ મિનીટ પછી લાલ મરચાની ભૂકી,મરી નો પાવડર અને મીઠુ નાખી બરાબર મિક્સ કરો.
    6. ઉંચા તાપે ચલાવતા રહી 6 - 7 મિનીટ પછી ગેસ બંદ કરી દો.
    7. જ્યારે ઠંડુ થઈ જાય તો ગેસ બંદ કરી ૧/૨ કપ માયૉનીઝ મિક્સ કરી દો.
    8. ૩ બ્રેડ લઇ બધી બાજુ માખણ લગાડી લો.
    9. એક માખણ લગાડેલા બ્રેડ પર લીલી ચટણી લગાડો, તેના પર ટોમેટો સોસ લગાડો.
    10. તેનાં પર ૨ મોટી ચમચી સબ્જીનુ લેયર પાથરો.
    11. તેનાં પર બીજી માખણ વાળી બ્રેડ દબાવો અને ચિકન વાળું મિશ્રણ ૨ મોટી ચમચી નાખો.
    12. તેનાં પર ખમણેલુ ચીઝ નાખી ત્રીજી માખણ વાળી બ્રેડ દબાવી દો.
    13. બાકીની સેન્ડવિચ આ મુજબ બનાવી લો.
    14. ગ્રીલ ટૉસ્ટર મા સેન્ડવિચ ને ગ્રીલ કરી લો. કેચપ સાથે પીરસો.

    Reviews for Chicken Veggie Mayo Grilled Sandwich Recipe in Gujarati (0)