Open in app

ચિકન વેજી માયો ગ્રિલ્ડ સેન્ડવિચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people

Chicken Veggie Mayo Grilled Sandwich ના વિશે

Ingredients to make Chicken Veggie Mayo Grilled Sandwich in gujarati

  • બોનલેસ ચિકન ૩૦૦ ગ્રામ
  • આદું લસણ પેસ્ટ ૧ નાની ચમચી
  • ગરમ મસાલો ૧/૨ નાની ચમચી
  • લીલા મરચા ની પેસ્ટ ૧/૨ નાની ચમચી
  • મીઠુ સ્વાદમુજબ
  • ઝીણી સમારેલી કોબી ૧/૨ કપ
  • ઝીણી સમારેલી ગાજર ૧/૨ કપ
  • ઝીણી સમારેલી કેપ્સીકમ ૧/૨ કપ
  • કાળી મરીનો પાવડર ૧/૨ નાની ચમચી
  • લાલ મરચા ની ભૂકી ૧/૨ નાની ચમચી
  • તેલ ૧ નાની ચમચી
  • માયોનીઝ ૧ કપ
  • બ્રેડ ૯
  • માખણ બ્રેડ પર લગાડવા
  • લીલી ચટણી જરૂર મુજબ
  • ટોમેટો સોસ જરૂર મુજબ
  • ખમણેલુ ચીઝ જરૂર મુજબ

How to make Chicken Veggie Mayo Grilled Sandwich in gujarati

  1. ચિકન મ આદું લસણ પેસ્ટ,લીલા મરચા ની પેસ્ટ, ગરમ મસાલો,મીઠુ નાખી ૨ સિટી કરી બાફી લો.
  2. થઈ જાય તો બધુ પણી સુકવી નાનાં નાનાં તાંતણા કરી લેવા( શ્રેડ કરી લો) અને ૧/૨ કપ માયૉનીઝ નાખી મિક્સ કરી લો.
  3. નોનસ્ટિક પેન માં ૧ નાની ચમચી તેલ ગરમ કરી કોબી નાખી સાંતળો.
  4. ૫ મિનીટ પછી કેપ્સીકમ અને ગાજર નાખી સાંતળો.
  5. ૫ મિનીટ પછી લાલ મરચાની ભૂકી,મરી નો પાવડર અને મીઠુ નાખી બરાબર મિક્સ કરો.
  6. ઉંચા તાપે ચલાવતા રહી 6 - 7 મિનીટ પછી ગેસ બંદ કરી દો.
  7. જ્યારે ઠંડુ થઈ જાય તો ગેસ બંદ કરી ૧/૨ કપ માયૉનીઝ મિક્સ કરી દો.
  8. ૩ બ્રેડ લઇ બધી બાજુ માખણ લગાડી લો.
  9. એક માખણ લગાડેલા બ્રેડ પર લીલી ચટણી લગાડો, તેના પર ટોમેટો સોસ લગાડો.
  10. તેનાં પર ૨ મોટી ચમચી સબ્જીનુ લેયર પાથરો.
  11. તેનાં પર બીજી માખણ વાળી બ્રેડ દબાવો અને ચિકન વાળું મિશ્રણ ૨ મોટી ચમચી નાખો.
  12. તેનાં પર ખમણેલુ ચીઝ નાખી ત્રીજી માખણ વાળી બ્રેડ દબાવી દો.
  13. બાકીની સેન્ડવિચ આ મુજબ બનાવી લો.
  14. ગ્રીલ ટૉસ્ટર મા સેન્ડવિચ ને ગ્રીલ કરી લો. કેચપ સાથે પીરસો.

Reviews for Chicken Veggie Mayo Grilled Sandwich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chicken Veggie Mayo Grilled Sandwich in gujarati

  • પીઝા ગ્રિલ્ડ ચિકન સેન્ડવિચ

    1 likes