હોમ પેજ / રેસિપી / ચિકન વેજી માયો ગ્રિલ્ડ સેન્ડવિચ

Photo of Chicken Veggie Mayo Grilled Sandwich by safiya abdurrahman khan at BetterButter
72
2
0.0(0)
0

ચિકન વેજી માયો ગ્રિલ્ડ સેન્ડવિચ

Sep-24-2018
safiya abdurrahman khan
30 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચિકન વેજી માયો ગ્રિલ્ડ સેન્ડવિચ રેસીપી વિશે

બાળકોને મનગમતી સેન્ડવિચ ત્રણ લેયર મા બનાવો.

રેસીપી ટૈગ

 • નોન - વેજ
 • આસાન
 • ટિફિન રેસીપિસ
 • ભારતીય
 • ગ્રીલ્લીંગ
 • સ્નેક્સ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. બોનલેસ ચિકન ૩૦૦ ગ્રામ
 2. આદું લસણ પેસ્ટ ૧ નાની ચમચી
 3. ગરમ મસાલો ૧/૨ નાની ચમચી
 4. લીલા મરચા ની પેસ્ટ ૧/૨ નાની ચમચી
 5. મીઠુ સ્વાદમુજબ
 6. ઝીણી સમારેલી કોબી ૧/૨ કપ
 7. ઝીણી સમારેલી ગાજર ૧/૨ કપ
 8. ઝીણી સમારેલી કેપ્સીકમ ૧/૨ કપ
 9. કાળી મરીનો પાવડર ૧/૨ નાની ચમચી
 10. લાલ મરચા ની ભૂકી ૧/૨ નાની ચમચી
 11. તેલ ૧ નાની ચમચી
 12. માયોનીઝ ૧ કપ
 13. બ્રેડ ૯
 14. માખણ બ્રેડ પર લગાડવા
 15. લીલી ચટણી જરૂર મુજબ
 16. ટોમેટો સોસ જરૂર મુજબ
 17. ખમણેલુ ચીઝ જરૂર મુજબ

સૂચનાઓ

 1. ચિકન મ આદું લસણ પેસ્ટ,લીલા મરચા ની પેસ્ટ, ગરમ મસાલો,મીઠુ નાખી ૨ સિટી કરી બાફી લો.
 2. થઈ જાય તો બધુ પણી સુકવી નાનાં નાનાં તાંતણા કરી લેવા( શ્રેડ કરી લો) અને ૧/૨ કપ માયૉનીઝ નાખી મિક્સ કરી લો.
 3. નોનસ્ટિક પેન માં ૧ નાની ચમચી તેલ ગરમ કરી કોબી નાખી સાંતળો.
 4. ૫ મિનીટ પછી કેપ્સીકમ અને ગાજર નાખી સાંતળો.
 5. ૫ મિનીટ પછી લાલ મરચાની ભૂકી,મરી નો પાવડર અને મીઠુ નાખી બરાબર મિક્સ કરો.
 6. ઉંચા તાપે ચલાવતા રહી 6 - 7 મિનીટ પછી ગેસ બંદ કરી દો.
 7. જ્યારે ઠંડુ થઈ જાય તો ગેસ બંદ કરી ૧/૨ કપ માયૉનીઝ મિક્સ કરી દો.
 8. ૩ બ્રેડ લઇ બધી બાજુ માખણ લગાડી લો.
 9. એક માખણ લગાડેલા બ્રેડ પર લીલી ચટણી લગાડો, તેના પર ટોમેટો સોસ લગાડો.
 10. તેનાં પર ૨ મોટી ચમચી સબ્જીનુ લેયર પાથરો.
 11. તેનાં પર બીજી માખણ વાળી બ્રેડ દબાવો અને ચિકન વાળું મિશ્રણ ૨ મોટી ચમચી નાખો.
 12. તેનાં પર ખમણેલુ ચીઝ નાખી ત્રીજી માખણ વાળી બ્રેડ દબાવી દો.
 13. બાકીની સેન્ડવિચ આ મુજબ બનાવી લો.
 14. ગ્રીલ ટૉસ્ટર મા સેન્ડવિચ ને ગ્રીલ કરી લો. કેચપ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર