વેજ. મેક્સિકન પાલક સરપ્રાઈઝ | Veg Mexican Spinach Surprise Recipe in Gujarati

ના દ્વારા Mumma's kitchen  |  24th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Veg Mexican Spinach Surprise by Mumma's kitchen at BetterButter
વેજ. મેક્સિકન પાલક સરપ્રાઈઝby Mumma's kitchen
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  3

  લોકો

3

0

વેજ. મેક્સિકન પાલક સરપ્રાઈઝ વાનગીઓ

વેજ. મેક્સિકન પાલક સરપ્રાઈઝ Ingredients to make ( Ingredients to make Veg Mexican Spinach Surprise Recipe in Gujarati )

 • 1 કપ જાડો રવો
 • 1/2 કપ ઓટસ
 • 3 ટેબલસ્પૂન ચણાનો લોટ
 • 1/2 કપ પાલક ,કોથમીર અને લીલા મરચાં ની પ્યુરી
 • 1 નાનુ ટામેટુ બારીક સમારેલુ
 • 1 નાનો કાંદો બારીક સમારેલો
 • 1/2 કપ દહીં
 • સ્વાદ અનુસાર મીઠું
 • સ્ટફીંગ ની સામગ્રી
 • 1/2 લાલ કેપ્સીકમ
 • 1/2 કપ લીલુ કેપ્સીકમ
 • 1/2 કપ પીળુ કેપ્સીકમ
 • 1 નંગ કાંદો બારીક સમારેલો
 • 1/2 કપ બાફેલા સ્વીટકોન
 • થોડી ઝીણી સમારેલી પાલક
 • 2-3 ટેબલસ્પૂન ટોમેટો સોસ
 • 2+3 ટેબલસ્પૂન પીઝા સોસ
 • 1 ટેબલસ્પૂન મિકસ હર્બ્સ
 • 1 ટીસ્પૂન ચીલી ફ્લેકસ
 • સ્વાદ અનુસાર મીઠું
 • 50 ગ્રામ પનીર ના ટુકડા
 • 4 નંગ ચીઝ કયુબ
 • 3-4 ટેબલસ્પૂન તેલ

How to make વેજ. મેક્સિકન પાલક સરપ્રાઈઝ

 1. સૌ પ્રથમ એક મિકસર ના જાર મા પાલક કોથમીર અને લીલું મરચું નાખીને તેને બરાબર પીસી લો અને તેની પ્યુરી તૈયાર કરી લો.
 2. ત્યાર બાદ એક બાઉલમાં રવો ઓટસ ચણા નો લોટ અને દહી નાખી ને તેમા જરૂર મુજબ પાણી ઉમેરીને ખીરું તૈયાર કરી લો, તેમા બારીક સમારેલા કાંદા અને ટામેટુ ઉમેરી દો.
 3. ત્યારબાદ તેમા તૈયાર કરેલી પાલક ની પ્યુરી ઉમેરો અને સ્વાદ અનુસાર મીઠું નાખીને તેને બરાબર મિક્સ કરી લો.
 4. તૈયાર છે તમારુ બેટર.
 5. હવે તેને સાઈડ પર ઢાકી ને મૂકી દો, તે દરમિયાન સ્ટફીંગ ની તૈયારી કરો. સૌ પ્રથમ એક કડાઈમાં અથવા પેન મા તેલ અથવા બટર ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં કાંદા સાંતળો, થોડી વાર પછી તેમા ત્રણેય કેપ્સીકમ અને સ્વીટકોન ઉમેરો અને તેને 3-4 મિનીટ સુધી સાંતળી લો.
 6. ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી પાલક ઉમેરો તથા સ્વાદ અનુસાર મીઠું અને મિકસ હર્બ્સ પણ નાંખી ને હળવા હાથે મિક્સ કરી લો
 7. હવે તેમા બંને સોસ અને પનીર અને ટમેટ ના ટુકડા ઉમેરી ને સ્ટફીંગ તૈયાર કરી લો, ધ્યાન રાખવું કે તે ઢીલુ ના બને. એટલે જરૂર મુજબ જ સોસ ઉમેરવા.
 8. તેયાર છે તમારૂ સ્વાદિષ્ટ સરપ્રાઈઝ નુ સ્ટફીંગ
 9. હવે એક નોન સ્ટિક તવા ને ગેસ પર મૂકી દો અને તે ગરમ થાય એટલે તેના પર એક ચમચા વડે નાના નાના ચીલા પાથરો તેની સાઈડ પર થોડુ તેલ મૂકી, તેને 2 મિનિટ સુધી ચઢવા દો, ત્યાર બાદ ચીલા ની એક સાઈડ પર તૈયાર કરવામાં આવેલુ સ્ટફીંગ મૂકો.
 10. તેના પર તમારી પસંદગી મુજબ ના પ્રમાણ મા ખમણેલુ ચીઝ ભભરાવો.
 11. તેને તવેથા ની મદદ વડે બાકી નો ચીલો ફોલ્ડ કરી દો અને થોડો પ્રેશ કરી લો, જેથી તે એકદમ સરસ રીતે ચીપકી જશે. તેને ઢાંકણ ઢાંકી ને 1 મિનીટ સુધી ચઢવા દો એટલે ચીઝ મેલ્ટ થઇ જશે.
 12. તૈયાર છે તમારા બાળકો માટે વેજ મેક્સિકન સ્પીનચ સરપ્રાઈઝ તેને ટોમેટો સોસ સાથે ટીફિન મા પેક કરી દો, ને જૂઓ જાદુ, ટિફીન તમારુ સફાચટ હશે. આશા છે તમને મારી આ હેલ્ધી ટિફીન રેસીપી જરુર પસંદ આવશે. થેંકયુ :blush:

My Tip:

સ્ટફીંગ મા તમારી પસંદગી મુજબ ના શાકભાજી લઇ શકો છો.

Reviews for Veg Mexican Spinach Surprise Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો