Open in app

ઘારવડા ને પીળી ચટણી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  4 people

Ghaarwada and pili chatni ના વિશે

Ingredients to make Ghaarwada and pili chatni in gujarati

  • ઘારવડા બનાવવા માટે હાંડવા ઢોકળાનો લોટ 1 વાટકો ( 100 ગ્રામ ખીચડીયાચોખા 50 ચણાનીદાળ અને 25 ગ્રામ અડદનીદાળ સાથે કરકરું દળાવી લેવું)
  • ચણાનીદાળ પલાળેલી 2 ચમચી
  • ખાટી છાશ 1 ગ્લાસ
  • આદું-મરચાંની પેસ્ટ 1 ચમચી
  • મરચું મીઠું ધાણાજીરૂ જરૂરિયાત મુજબ
  • તેલ તળવા માટે
  • પીળી ચટણી બનાવવા માટે 3 લીલામરચાં
  • શિંગદાણા 50 ગ્રામ
  • હળદર મીઠું ખાંડ સ્વાદમુજબ
  • લીંબુનો રસ 2 ચમચી

How to make Ghaarwada and pili chatni in gujarati

  1. હાંડવા ઢોકળાનો લોટ લઈને ખાટી છાશ ઉમેરી 6 7 કલાક માટે આથો આવવા મુકી રાખો.... સવારે ટિફિનમાં આપવું હોય તો રાત્રે આથી દેવું.
  2. જ્યારે બનાવવા હોય ત્યારે એમાં પલાળેલી ચણાનીદાળ, મરચું મીઠું ધાણાજીરૂ આદું-મરચાંની પેસ્ટ ઉમેરી થોડું ગરમ તેલ ઉમેરી ખીરું તૈયાર કરો.
  3. એ દરમિયાન તેલ ગરમ થવા મુકી દો. હવે હાથેથી નાના નાના વડા મુકો.
  4. ગોલ્ડન કલરના ક્રિસ્પી વડા તળી લો.
  5. હવે પીળી ચટણી બનાવવા માટે મિકસર જારમાં શિંગદાણા સમારેલા લીલામરચાં ખાંડ મીઠું હળદર લીંબુનો રસ ઉમેરી ક્રશ કરી લો... જરૂર લાગે તો 1ચમચી પાણી ઉમેરો.
  6. લો તૈયાર છે ઘારવડા ને પીળી ચટણી

Reviews for Ghaarwada and pili chatni in gujarati (0)

No reviews yet.

Recipes similar to Ghaarwada and pili chatni in gujarati