હોમ પેજ / રેસિપી / પાલક મેયોનિસ સેન્ડવિચ

Photo of Spinach mayonnaise sandwich by Shraddha Patel at BetterButter
258
0
0.0(0)
1

પાલક મેયોનિસ સેન્ડવિચ

Sep-25-2018
Shraddha Patel
8 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક મેયોનિસ સેન્ડવિચ રેસીપી વિશે

બાળકો ને લીલા પાંદડા વાળા શાકભાજી પસંદ નથી આવતા તો આવી રીતે સેન્ડવિચ મા ટ્વિસ્ટ કરી ને આપી શકીએ. અહીં પાલક નો ઉપયોગ કર્યો છે જે ખુબ પૌષ્ટિક છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ત્રણ નંગ બ્રેડ
  2. એક કપ પાલક
  3. છ ચમચી મેયોનિસ
  4. એક ચમચી ઓરેગાનો
  5. અડધી ચમચી ચીલી ફ્લેક્સ
  6. બે ક્યુબ ચીઝ
  7. સ્વાદ પ્રમાણે મીઠું
  8. છ ચમચી બટર

સૂચનાઓ

  1. પાલક ને ધોઈ ને ઉકળતા પાણી મા ત્રણ મિનિટ માટે બ્લાન્ચ કરી લો.
  2. ત્યારબાદ પાલક ને નિતારી ને ઠંડા પાણી મા નાખી નિતારી લો.
  3. હવે એક બોલ મા બ્લાન્ચ કરેલી પાલક, સ્વાદ પ્રમાણે મીઠું, મેયોનિસ, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરી મિક્સ કરી લો.
  4. હવે બ્રેડ પર બટર લગાવી તૈયાર કરેલ મિશ્રણ લગાવો અને તેના પર ચીઝ છીણો.
  5. હવે તવા પર બટર લગાવી તૈયાર કરેલ બ્રેડ ને નીચે ની તરફ સહેજ ક્રિસ્પી થાય એવી શેકી લો.
  6. ત્યારબાદ સેન્ડવિચ ને કટ કરી કેચઅપ અથવા ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર