હોમ પેજ / રેસિપી / હુમસ નાચોઝ

Photo of Nachos with spiced hummus by Leena Mehta at BetterButter
885
0
0.0(0)
0

હુમસ નાચોઝ

Sep-25-2018
Leena Mehta
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હુમસ નાચોઝ રેસીપી વિશે

હુમસ કાબુલી ચણાની ખૂબ જ પૌષ્ટિક અને પ્રોટીનસભર ચટની છે જે નાચોઝ સાથે બાળકોને ટિફિન બૉક્સમાં આપી શકાય. બાળકોને ચટપટું વધારે ભાવે એટલે હુમસને ચટપટું બનાવ્યુ છે. હુમસ ઠંડુ પણ સરસ લાગે છે અને નાચોઝ ચીપ્સ બાળકોને ભાવતી હોવાના લીધે ટિફિન બૉક્સ ભરેલુ પાછુ આવવાની ફરિયાદ નહી રહે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • મિડલ ઈસ્ટર્ન
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ પલાળેલા કાબુલી ચણા
  2. 1 પેકેટ નાચોઝ ચીપ્સ
  3. 1/2 કપ તલ
  4. 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર
  5. ઓલિવ ઓઇલ 2 ચમચી
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ખાંડ 2 ચમચી
  8. 1 લીંબુનોરસ
  9. મરી પાઉડર 1 નાની ચમચી
  10. ચાટ મસાલો 1 ચમચી

સૂચનાઓ

  1. કાબુલી ચણા ને મીઠું નાખીને બાફી લો.
  2. તલને મિકસર મા પીસી લો. તેમા તેલ ઉમેરી એકદમ બારીક પેસ્ટ બનાવી લો. સ્વાદ અનુસાર મીઠું નાંખી બરાબર મિક્સ કરી લો. તાહીની તૈયાર.
  3. કાબુલી ચણા ને મિક્સરમાં ક્રશ કરો. તેમાં સ્વાદ અનુસાર મીઠું અને તાહીની ઉમેરી બરાબર પીસી લો.
  4. તેમાં ખાંડ અને લીંબુ નો રસ ઉમેરો. મરીનો પાઉડર, ચાટ મસાલો ઉમેરી મિક્સરમાં બરાબર મિક્સ કરો.
  5. હુમસની ઉપર કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ભભરાવી. ઓલિવ ઓઇલ રેડી ડબ્બામાં ભરી લો.
  6. તૈયાર હુમસ નાચોઝ સાથે બાળકોને ટિફિન બૉક્સ મા આપો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર