હોમ પેજ / રેસિપી / ઉગાડેલા મગ ની હેલ્થી ચાટ.

Photo of Healthy sprout masala chat. by Naina Bhojak at BetterButter
628
2
0.0(0)
0

ઉગાડેલા મગ ની હેલ્થી ચાટ.

Sep-25-2018
Naina Bhojak
480 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઉગાડેલા મગ ની હેલ્થી ચાટ. રેસીપી વિશે

આ ડીશ એટલા માટે પૌષ્ટિક આહાર છે કારણ કોઈ પણ અનાજ કે કઠોળ ને ઉગાડી ને ખાવા માં આવે તો તે પચવા માં હલવો થઈ જાય છે અને એના રેસાઓ થી પેટ ને લગતી તકલીફ દૂર થાય છે ઉગાડેલા મગ માં વિટામિન સી ભરપૂર હોવાથી પણ બાળકો ને માટે આ ડીશ ખૂબ સુપાચ્ય છે બાળકો ઉગાડેલકઠોળ ખાતા નથી હોતા એના માટે આજે સિક્રેટ રેસીપી જેવી કે કોઈપણ હોય બાળકો કે મોટેરા ઓ ચાટ ના નામ માત્ર થીજ મોઢા માં પાણી આવી જતું હોય છે માટે આજે ઉગાડેલા મગ ની મસાલા ચાટ બનાવી છે જેમાં સાથે ટામેટા લસણ ડુંગળી અને કોથમીર તથા બેઝિક મસાલા સાથે થોડો લીંબુ નો રસ અનેઆમલી ની ગળી ચટણી પણ નાખી ને ખૂબ સ્વાદિષ્ટ બનાવી છે.

રેસીપી ટૈગ

  • ઉછાળવું
  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • પેન ફ્રાય
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. દેશી મગ એક કપ
  2. ટામેટું એક નંગ
  3. ડુંગળી એક નંગ
  4. સીમલા મરચું લીલું અડધું
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. હળદર ચપટી
  7. લાલ મરચું અડધી ચમચી
  8. ધાણા જીરૂં અડધી ચમચી
  9. લીંબુ નો રસ અડધી ચમચી
  10. ચાટ મસાલો એક ચમચી
  11. શેકીને વાટેલું જીરું અડધીચમચી
  12. તેલ એક ચમચી
  13. કોથમીર એક ચમચી
  14. આમલી ની ચટણી એક ટેબલસ્પૂન
  15. સજાવટ માટે લિલી મેથી ની પત્તી.

સૂચનાઓ

  1. મગ ને ધોઈને ચાર કલાક માટે પલાળી રાખો
  2. ચાર કલાક પછી ચાર થઈ 5 કલાક માટે કપડાં માં બાંધી ને રાખો
  3. અથવા તો ઉગાડવા ના પ્લાસ્ટિક ના ડબ્બા
  4. માં પાણી વગર ઢાંકી ને રાખો
  5. આમ કરવાથી મગ ઊગી જશે
  6. હવે એક નોનસ્ટિક કઢાઈ માં તેલ લો
  7. એમ લસણ ડુંગળી નાખો સાંતળો
  8. પછી મગ ને નાખી મસાલો કરી લો
  9. અડધો કપ પાણી નાખી ચડવા દો
  10. ત્યારબાદ એક બાઉલ માં મગ કાચી ડુંગળી જીની કાપેલી
  11. ટામેટું ઝીણું કાપેલું ચાટ મસાલો અને લીંબુ નો રસ ઉમેરી હલાવી લો
  12. ત્યારબાદ આમલી ની ચટણી નાખી કોથમીર ઉમેરી મિક્સ કરો
  13. હવે મગ ની બનાવેલ ચાટ ને એક સર્વિંગ
  14. બાઉલ માં લો ઉપર થી ઝીણાં કલેલા ટામેટા અને તાજી લિલી મેથી થી સજાવી લો
  15. બાળકો ને આ ડીશ ટિફિન માં આપો કે મોટેરા ઓને બધાજ ખુશ થઈ ને ખાશે.
  16. તો તૈયાર છે ખુબજ હેલ્ધી અને સ્વાદિષ્ટ
  17. ઉગાડેલા મગ ની ચાટ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર