હોમ પેજ / રેસિપી / સુજી પોટેટો સ્માઇલી

Photo of Suji Potato Smiley by Rakesh prajapati's kitchen at BetterButter
756
4
0.0(0)
0

સુજી પોટેટો સ્માઇલી

Sep-25-2018
Rakesh prajapati's kitchen
40 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુજી પોટેટો સ્માઇલી રેસીપી વિશે

આ રેસિપી ખૂબ જ ઓછી સામગ્રી થી તૈયાર થાય છે.બાળકો ને જો આવા સુજી સ્માઇલી બનાવીને આપો તો તે ટિફિન પૂરેપૂરું ખાઈ લેશે.આ રેસિપી ઘરની સામગ્રી માંથી બનતી રેસિપી છે એટલે બધી જ ગુહિણીઓ ને આ ખૂબ ઉપયોગી રહેશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • ખાદ્ય પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. સોજી 1/4 કપ
  2. પાણી 1 કપ
  3. બાફીને છીણેલા બટેટા 1/4 કપ
  4. પિત્ઝા મસાલો / મિક્સ હબ્સ 1 ટે સ્પૂન
  5. મીઠું સ્વાદ મુજબ
  6. સમારેલા લીલા ધાણા 1 ટે સ્પૂન
  7. કોર્નફ્લોર 2 ટે સ્પૂન
  8. ચાટ મસાલો 1 ટે સ્પૂન
  9. તેલ તળવા માટે
  10. સર્વ કરવા માટે ટોમેટો કેચપ

સૂચનાઓ

  1. સૌથી પેહલા ગેસ બર્નર ઓન કરી તેના પર એક નોનસ્ટિક પેન મૂકી તેમાં 1 કપ પાણી ઉમેરો અને પાણીને હુંફાળું ગરમ થવા દો.
  2. હવે પાણી થોડું હુંફાળું ગરમ થાય એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું અને પિત્ઝા મસાલો/મિક્સ હર્બ્સ ઉમેરી પાણી સાથે મિક્સ કરી લો.
  3. હવે પાણી હુંફાળું ગરમ હોય ત્યારે તેમાં સોજી ઉમેરી ગેસ ની આંચ મીડીયમ કરી પાણી બળે ત્યાં સુધી કુક કરી લો.
  4. હવે સોજીનું પાણી બળી જાય અને તેનું ટેક્સચર બાંધેલા લોટ જેવું થઈ જાય એટલે ગેસ બંધ કરી તેને એક બાઉલ માં કાઢી લો.
  5. હવે સોજી ના મિશ્રણ ને થોડું ઠડું થવા દો.પછી તેમાં બાફીને છીણેલા બટેટા ઉમેરો.
  6. હવે બટેટા ઉમેર્યા બાદ તેમાં સમારેલા લીલા ધાણા ઉમેરી બધી સામગ્રી ને મિક્સ કરી સ્માઇલી માટે નું મિશ્રણ તૈયાર કરો.
  7. હવે બનાવેલા મિશ્રણ માંથી એક મોટો લુવો બનાવી તેને એક પ્લાસ્ટિક પેપર પર તેલ લગાવી તેના પર લઈ અડધા ઇંચની જાડાઈ માં મોટો રોટલો વણી લો.
  8. હવે વણેલા મોટા રોટલાને એક નાના ગોળ કુકી કટરથી નાની નાની પુરીની જેમ કટ કરી લો.
  9. હવે કટ કરેલી નાના ગોળ મિશ્રણને સ્પૂનના આગળ ના ભાગ થી સ્માઈલ નો શેપ આપો.
  10. સ્માઈલ નો સેપ આપ્યા બાદ હવે સ્ટ્રો ની મદદ થી મિશ્રણને આંખ નો શેપ આપો.
  11. હવે આ રીતે બધા સ્માઈલી તૈયાર કરી લો.
  12. હવે તૈયાર કરેલા સ્માઇલીને કોર્નફ્લોરથી કોટ કરી ફ્રીઝ માં 30 મિનિટ માટે મૂકી રાખો.
  13. હવે 30 મિનિટ પછી સ્માઇલીને ફ્રીઝમાંથી કાઢીને ગરમ તેલ માં મધ્યમ આંચ પર બન્ને તરફ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.
  14. હવે તળેલા સ્માઇલીને એક સર્વિંગ પ્લેટમાં લઇ તેના પર ચાટ મસાલો છાંટી તેને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
  15. તો તૈયાર છે બાળકો માટે ટીફીન બોક્સમાં આપી શકાય તેવી રેસિપી સુજી પોટેટો સ્માઇલી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર