બ્રેડ બાઈટસ | Bread bites Recipe in Gujarati

ના દ્વારા Harsha Israni  |  25th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Bread bites recipe in Gujarati, બ્રેડ બાઈટસ, Harsha Israni
બ્રેડ બાઈટસby Harsha Israni
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  2

  લોકો

0

0

બ્રેડ બાઈટસ વાનગીઓ

બ્રેડ બાઈટસ Ingredients to make ( Ingredients to make Bread bites Recipe in Gujarati )

 • ૫-૬ બ્રેડ સ્લાઈસ
 • ૧ કપ બેસન
 • ૧ નંગ ટામેટું(ઝીણુ સમારેલુ)
 • ૧ નંગ શીમલા મરચુ(ઝીણુ સમારેલુ)
 • ૧ નંગ ડુંગળી (ઝીણી સમારેલી)
 • ૧/૪ કપ કોથમીર (ઝીણી સમારેલી )
 • મીઠુ (સ્વાદ મુજબ)
 • ૧ ચમચી લાલ મરચુ પાવડર
 • ૧/૪ ચમચી હળદર
 • પાણી જરુર મુજબ (ખીરુ બનાવવા માટે)

How to make બ્રેડ બાઈટસ

 1. સૌ પહેલા બ્રેડની કિનારીઓ કાપીને તેના ચોરસ ટુકડા કરો.
 2. એક બાઉલ લઈ તેમાં બેસન ,સમારેલી બધી જ શાકભાજી ,મીઠુ,લાલ મરચુ,હળદર ,થોડુ પાણી ઉમેરી ખીરુ તૈયાર કરો.
 3. તૈયાર કરેલા ખીરામાં બ્રેડના ચોરસ ટુકડાને બાેળી લો.(ડીપ કરો)
 4. નોનસ્ટીક તવાને ગરમ કરી ૧ ચમચી ઘી કે તેલમાં ખીરામાં ડીપ કરેલા બ્રેડના ટુકડાને બન્ને બાજુ ગુલાબી રંગના ધીમી આંચે શેકી લો.
 5. તૈયાર છે બ્રેડ બાઈટસ સોસ સાથે પીરસો.

My Tip:

ગાજર ,કોબીજને પણ છીણીને લઈ શકાય છે.

Reviews for Bread bites Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો