હોમ પેજ / રેસિપી / વેજ પનિયારમ

Photo of Veg paniyaram by Shraddha Patel at BetterButter
541
1
0.0(0)
0

વેજ પનિયારમ

Sep-26-2018
Shraddha Patel
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ પનિયારમ રેસીપી વિશે

આ એક સાઉથ ઇન્ડિયન નાસ્તો છે. અહીં ઇન્સ્ટન્ટ બનાવવા માટે સુજી માંથી પનિયારમ બનાવ્યા છે. બાળકો ને જરૂર થી પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • દક્ષિણ ભારતીય
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. એક કપ મોટી સુજી
  2. બે કપ ખાટી છાસ
  3. સ્વાદ પ્રમાણે મીઠું
  4. અડધી ચમચી બેકિંગ સોડા
  5. પાંચ ચમચી તેલ
  6. એક ચમચી રાઈ
  7. એક ચમચી આખું જીરું
  8. ચપટી હિંગ
  9. એક ડુંગળી બારીક સમારેલી
  10. એક ટામેટું બારીક સમારેલુ
  11. એક મરચું બારીક સમારેલું
  12. સાત આઠ મીઠા લીમડા ના પાન બારીક સમારેલા
  13. ત્રણ ચમચી વટાણા
  14. એક ચમચી ચણા દાળ
  15. એક ચમચી અડદ દાળ
  16. અડધી ચમચી હળદર
  17. અડધી ચમચી લાલ મરચું પાવડર

સૂચનાઓ

  1. સુજી મા છાસ નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખી 20 મિનિટ માટે પલાળો.
  2. હવે એક પૅન મા બે ચમચી તેલ ગરમ કરો.
  3. તેલ ગરમ થાય એટલે રાઈ તતડાવો. પછી આખું જીરું ઉમેરો.
  4. હવે હિંગ, લીમડા ના પાન, મરચા, ચણા દાળ અને અડદ દાળ ઉમેરી એક મિનિટ માટે સાંતળો.
  5. ત્યારબાદ ડુંગળી ઉમેરો અને એક મિનિટ સાંતળો.
  6. ત્યારબાદ હળદર અને લાલ મરચું પાવડર ઉમેરો અને ચપટી મીઠું ઉમેરો.
  7. હવે ટામેટા અને લીલા વટાણા ઉમેરો અને બધું સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો.
  8. હવે આ મિશ્રણ સુજી ના ખીરા મા નાખી બરાબર મિક્સ કરી લો.
  9. તેમાં બેકિંગ સોડા ઉમેરો અને મિક્સ કરી લો.
  10. હવે પનિયારમ પાત્ર ને ગરમ કરો અને બધા ખાડા મા તેલ બે બે ટીપા તેલ નાખો.
  11. ત્યારબાદ મિશ્રણ ખાડા મા ભરી લો અને ઢાંકી ને બે મિનિટ માટે ચઢવા દો.
  12. ત્યારબાદ સાઈડ પલટાવી ફરીથી ઢાંકી ને બે મિનિટ ચઢવા દો.
  13. પનિયારમ ને મનપસંદ ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર