Open in app

વેજ પનિયારમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Shraddha Patel26th Sep 2018

Veg paniyaram ના વિશે

Ingredients to make Veg paniyaram in gujarati

  • એક કપ મોટી સુજી
  • બે કપ ખાટી છાસ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • અડધી ચમચી બેકિંગ સોડા
  • પાંચ ચમચી તેલ
  • એક ચમચી રાઈ
  • એક ચમચી આખું જીરું
  • ચપટી હિંગ
  • એક ડુંગળી બારીક સમારેલી
  • એક ટામેટું બારીક સમારેલુ
  • એક મરચું બારીક સમારેલું
  • સાત આઠ મીઠા લીમડા ના પાન બારીક સમારેલા
  • ત્રણ ચમચી વટાણા
  • એક ચમચી ચણા દાળ
  • એક ચમચી અડદ દાળ
  • અડધી ચમચી હળદર
  • અડધી ચમચી લાલ મરચું પાવડર

How to make Veg paniyaram in gujarati

  1. સુજી મા છાસ નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખી 20 મિનિટ માટે પલાળો.
  2. હવે એક પૅન મા બે ચમચી તેલ ગરમ કરો.
  3. તેલ ગરમ થાય એટલે રાઈ તતડાવો. પછી આખું જીરું ઉમેરો.
  4. હવે હિંગ, લીમડા ના પાન, મરચા, ચણા દાળ અને અડદ દાળ ઉમેરી એક મિનિટ માટે સાંતળો.
  5. ત્યારબાદ ડુંગળી ઉમેરો અને એક મિનિટ સાંતળો.
  6. ત્યારબાદ હળદર અને લાલ મરચું પાવડર ઉમેરો અને ચપટી મીઠું ઉમેરો.
  7. હવે ટામેટા અને લીલા વટાણા ઉમેરો અને બધું સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો.
  8. હવે આ મિશ્રણ સુજી ના ખીરા મા નાખી બરાબર મિક્સ કરી લો.
  9. તેમાં બેકિંગ સોડા ઉમેરો અને મિક્સ કરી લો.
  10. હવે પનિયારમ પાત્ર ને ગરમ કરો અને બધા ખાડા મા તેલ બે બે ટીપા તેલ નાખો.
  11. ત્યારબાદ મિશ્રણ ખાડા મા ભરી લો અને ઢાંકી ને બે મિનિટ માટે ચઢવા દો.
  12. ત્યારબાદ સાઈડ પલટાવી ફરીથી ઢાંકી ને બે મિનિટ ચઢવા દો.
  13. પનિયારમ ને મનપસંદ ચટણી સાથે પીરસો.

Reviews for Veg paniyaram in gujarati (0)

No reviews yet.

Recipes similar to Veg paniyaram in gujarati

  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ.દલિયા

    3 likes
  • વેજ હાંડી

    2 likes
  • વેજ આમલેટ

    1 likes