રવા ઈડલી સાથે ગુજરાતી સંભારદાળ | Rava idali with sambhar Recipe in Gujarati

ના દ્વારા Varsha Joshi  |  26th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Rava idali with sambhar by Varsha Joshi at BetterButter
રવા ઈડલી સાથે ગુજરાતી સંભારદાળby Varsha Joshi
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  4

  લોકો

2

0

રવા ઈડલી સાથે ગુજરાતી સંભારદાળ વાનગીઓ

રવા ઈડલી સાથે ગુજરાતી સંભારદાળ Ingredients to make ( Ingredients to make Rava idali with sambhar Recipe in Gujarati )

 • ૨૫૦ ગ્રામ રવો
 • ૫૦ ગ્રામ ચણાની દાળ પલાળેલી
 • ખાવાનો સોડા અડધી ચમચી
 • મીઠું સ્વાદાનુસાર
 • વાટેલા આદું મરચાં ની પેસ્ટ એક ચમચી
 • તલ એક ચમચી
 • રાઈ એક ચમચી
 • વઘાર માટે તેલ
 • સંભાર માટે તુવેર દાળ ૨ વાટકી
 • એક ટામેટું
 • મીઠું સ્વાદાનુસાર
 • હળદર એક ચમચી
 • ગરમ મસાલો એક ચમચી
 • લાલ મરચું પાવડર એક ચમચી
 • એક લીંબુ
 • ખાંડ એક ચમચી

How to make રવા ઈડલી સાથે ગુજરાતી સંભારદાળ

 1. સૌપ્રથમ એક મોટા વાસણમાં રવામા અને તેલ સિવાયની તમામ સામગ્રી મિક્સ કરી દો
 2. ત્યારબાદ તેમાં ૪૦૦ મિલી પાણી નાંખો અને ૧૦ મિનિટ ઢાંકીને મૂકી રાખો
 3. ત્યારપછી ઈડલી નાં સ્ટેન્ડમા તેલ લગાવો
 4. અને બધાં ખાનામાં ઈડલી નું ખીરું પાથરી દો
 5. અને ગેસ પર ધીમી આંચ પર વરાળથી બાફવા મુકો
 6. ૧૦ મિનિટ માં ઈડલી તૈયાર
 7. હવે સાથે સાથે બાજુ ના ગેસ પર કૂકરમાં તુવેર દાળ બાફી લો
 8. બાફીને તૈયાર કરો
 9. તેમાં પાણી અને મીઠું, મરચું, ગરમ મસાલો, હળદર અને ખાંડ નાખીને જેરણીથી જેરી લો
 10. ત્યારપછી ગેસ પર એક વઘારિયામા તેલ ગરમ કરી અને તેમાં રાઈ નો વઘાર કરો
 11. અને તૈયાર કરેલ દાળ માં નાખી દો
 12. અને ગેસ પર ઉકાળો અને લીંબુનો રસ નાખી દો
 13. બસ તૈયાર છે રવા ઈડલી અને ગુજરાતી સંભાર દાળ
 14. ગરમ ગરમ સર્વ કરો

My Tip:

સંભાર મા તમે શાકભાજી ઊમેરીને સાઊથનો સંભાર બનાવી શકો છો.

Reviews for Rava idali with sambhar Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો