Open in app

જીરા આલુ સ્પ્રાઉટ્સ રોટી રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  1 people
Bharti Khatri26th Sep 2018

Jira Aloo Sprouts Roti Roll ના વિશે

Ingredients to make Jira Aloo Sprouts Roti Roll in gujarati

  • ૧ બાઉલ ફણગાવેલ કઠોળ
  • ૨ બાફેલા બટાકા
  • ૪ ઘી ચોપડેલ ફૂલકા રોટલી
  • ૧૧/૨ ચમચી જીરુ
  • પ્રમાણસર તેલ
  • ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર
  • ૧/૨ ચમચી ધાણા પાઉડર
  • ૧/૨ ચમચી હળદર
  • ૧/૨ લીંબુનો રસ
  • ચપટી ખાંડ
  • જરુર પ્રમાણે ટોમેટો કેચપ
  • સ્વાદમુજબ મીંઠુ

How to make Jira Aloo Sprouts Roti Roll in gujarati

  1. બટાકા ને બાફી છોલી ને સમારી લેવા.
  2. મગ ને પલાળીને ફગાવી લેવા
  3. હવે કડાઈ મા તેલ ગરમ કરી તેમા જીરુ તટડાવી ચપટી હીંગ નાખી બટાકા અને ફણગાવેલ મગ મિક્સ કરી તેમા લાલ મરચુ પાઉડર, હળદર,ધાણા પાઉડર, ખાંડ અને મીંઠુ નાખી ને બરાબર મિક્સ કરવુ અને પાંચ મિનિટ ઢાંકી ને થવા દેવુ.
  4. હવે પાંચ મિનિટ પછી ઢાંકણ હટાવી લેવુ અને તેમા લીંબુનો રસ ભેળવીને બે મિનિટ શેકાવા દઇ ગેસ બંધ કરી દેવો.
  5. હવે આપણે રોટલી બનાવી છે તેમ ઘઉંના લોટ ની રોટલીયો બનાવી લેવી અને ઘી ચોપડી લેવુ.
  6. હવે એક રોટલી લઈ તેના પર ટોમેટો કેચપ બરાબર લગાવો લેવું.
  7. હવે જીરા આલુ સ્પ્રાઉટ્સ રોટલી ની વચ્ચે પાથરવું
  8. હવે રોટલી ના રોલ વાળી તેને ટોમેટો કેચપ થી સજાવુ.
  9. તૈયાર છે જીરા આલુ સ્પ્રાઉટ્સ રોટી રોલ બાળકો માટે ટેસ્ટી અને લાજવાબ નાસ્તો.

Reviews for Jira Aloo Sprouts Roti Roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Jira Aloo Sprouts Roti Roll in gujarati