Open in app

નુડલ્સ વેજ સીખ કબાબ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Urvashi Belani26th Sep 2018

Nudles veg sikh kabab ના વિશે

Ingredients to make Nudles veg sikh kabab in gujarati

  • 1 કપ બાફેલા હક્કા નુડલ્સ
  • 2 ચમચી ઘી
  • 1/2 ચમચી જીરું
  • 1/4 ચમચી હિંગ
  • 1 ચમચી વાટેલા આદુ મરચા લસણ
  • 2 ચમચી વેસણ
  • 1 વાટકી બારીક કાપેલા શાકભાજી (વટાણા,ગાજર,શિમલા મિર્ચ,પત્તાંગોભી)
  • 3 કપ બાફેલા મેષ કરેલા બટાકા
  • 1 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી શેકેલું જીરું પાવડર
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1/2 ચમચી ધાણા પાવડર
  • 1/2 ચમચી આમચૂર પાવડર
  • સ્વાદાનુસાર નમક
  • બારીક કાપેલી કોથમીર
  • કબાબ સ્ટીકસ
  • મેંદા ની પેસ્ટ માટે:
  • 2 ચમચી મેંદો
  • 2 ચમચી કોર્નફલોર
  • સ્વાદાનુસાર નમક

How to make Nudles veg sikh kabab in gujarati

  1. એક કઢાઈ માં ઘી ગરમ કરી તેમાં જીરું અને હિંગ નાખી વેસણ નાખો અને 2 મિનિટ ધીમી આંચ પર શેકો પછી રેમાં વાટેલા આદુ મરચા નાખો.
  2. હવે બધા શાકભાજી નાખી 2 - 3 મિનિટ સાંતળો. પછી તેમાં બટાકા અને બધા મસાલા તથા લીલા ધાણા નાખી મિક્સ કરો.
  3. કબાબ સ્ટિક ને 5 મિનિટ પાણી માં પલાળી રાખી પછી તેના પર આ મસાલો લગાવી કબાબ નો આકાર આપો.
  4. હવે આ કબાબ ને મેંદા ની પેસ્ટ માં ડીપ કરો.
  5. હવે તેના પર એક એક નુડલ્સ લઈ ને સ્પ્રિંગ ના આકાર માં જમાવી આખું કવર કરો.
  6. આ કબાબ ને ગરમ તેલ માં નુડલ્સ ક્રિસ્પી થાય અથવા ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.
  7. આ નૂડલ્સ કબાબ ને બાળકો ના મનપસંદ ટામેટા ના સોસ સાથે સર્વ કરો.
  8. મેંદા ની પેસ્ટ બનાવવા માટે મેંદા માં કોર્નફ્લોર અને નમક નાખી પાણી વડે પેસ્ટ તૈયાર કરો.

Reviews for Nudles veg sikh kabab in gujarati (0)

No reviews yet.

Recipes similar to Nudles veg sikh kabab in gujarati

  • આલૂ મેથી સીખ કબાબ

    1 likes
  • વેજ સીખ કબાબ ગ્રેવી (કાંદા લસણ વગર)

    4 likes