હોમ પેજ / રેસિપી / નુડલ્સ વેજ સીખ કબાબ

Photo of Nudles veg sikh kabab by Urvashi Belani at BetterButter
545
9
0.0(0)
0

નુડલ્સ વેજ સીખ કબાબ

Sep-26-2018
Urvashi Belani
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નુડલ્સ વેજ સીખ કબાબ રેસીપી વિશે

બાળકો શાકભાજી ખાવા માં બહુ આનાકાની કરતા હોય છે એટલે અહીં મેં મિક્સ શાકભાજી ને અંદર કવર કરી ઉપર બાળકો ને મનગમતા નુડલ્સ લગાવી કબાબ બનાવ્યા છે અને તેને કબાબ સ્ટિક પર લગાવી સર્વ કર્યા છે જેથી બાળકો ને વધુ આકર્ષણ થાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ બાફેલા હક્કા નુડલ્સ
  2. 2 ચમચી ઘી
  3. 1/2 ચમચી જીરું
  4. 1/4 ચમચી હિંગ
  5. 1 ચમચી વાટેલા આદુ મરચા લસણ
  6. 2 ચમચી વેસણ
  7. 1 વાટકી બારીક કાપેલા શાકભાજી (વટાણા,ગાજર,શિમલા મિર્ચ,પત્તાંગોભી)
  8. 3 કપ બાફેલા મેષ કરેલા બટાકા
  9. 1 ચમચી લાલ મરચું
  10. 1/2 ચમચી હળદર
  11. 1/2 ચમચી શેકેલું જીરું પાવડર
  12. 1/2 ચમચી ગરમ મસાલો
  13. 1/2 ચમચી ધાણા પાવડર
  14. 1/2 ચમચી આમચૂર પાવડર
  15. સ્વાદાનુસાર નમક
  16. બારીક કાપેલી કોથમીર
  17. કબાબ સ્ટીકસ
  18. મેંદા ની પેસ્ટ માટે:
  19. 2 ચમચી મેંદો
  20. 2 ચમચી કોર્નફલોર
  21. સ્વાદાનુસાર નમક

સૂચનાઓ

  1. એક કઢાઈ માં ઘી ગરમ કરી તેમાં જીરું અને હિંગ નાખી વેસણ નાખો અને 2 મિનિટ ધીમી આંચ પર શેકો પછી રેમાં વાટેલા આદુ મરચા નાખો.
  2. હવે બધા શાકભાજી નાખી 2 - 3 મિનિટ સાંતળો. પછી તેમાં બટાકા અને બધા મસાલા તથા લીલા ધાણા નાખી મિક્સ કરો.
  3. કબાબ સ્ટિક ને 5 મિનિટ પાણી માં પલાળી રાખી પછી તેના પર આ મસાલો લગાવી કબાબ નો આકાર આપો.
  4. હવે આ કબાબ ને મેંદા ની પેસ્ટ માં ડીપ કરો.
  5. હવે તેના પર એક એક નુડલ્સ લઈ ને સ્પ્રિંગ ના આકાર માં જમાવી આખું કવર કરો.
  6. આ કબાબ ને ગરમ તેલ માં નુડલ્સ ક્રિસ્પી થાય અથવા ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.
  7. આ નૂડલ્સ કબાબ ને બાળકો ના મનપસંદ ટામેટા ના સોસ સાથે સર્વ કરો.
  8. મેંદા ની પેસ્ટ બનાવવા માટે મેંદા માં કોર્નફ્લોર અને નમક નાખી પાણી વડે પેસ્ટ તૈયાર કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર