હોમ પેજ / રેસિપી / ચીઝી બુલેટ્સ

Photo of Cheesy bullets by Shraddha Patel at BetterButter
433
4
0.0(0)
0

ચીઝી બુલેટ્સ

Sep-26-2018
Shraddha Patel
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝી બુલેટ્સ રેસીપી વિશે

જોતા જ મોં મા પાણી આવી જાય એવી આ ડીશ બાળકો ને તેમજ મોટા ને પણ આકર્ષિત કરશે. આ ડીશ મા વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે જેથી સ્વાદીષ્ટ ઉપરાંત પૌષ્ટિક પણ છે. તો જરૂર થી ટ્રાઈ કરજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • શેલો ફ્રાય
  • પીસવું
  • બાફવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. એક કપ પાલક
  2. એક નંગ બાફેલુ બટાકુ
  3. 1/4 કપ બાફેલા વટાણા
  4. 1/4 કપ બાફેલી ફણસી
  5. એક મરચું
  6. બે ચમચી ફુદીના ના પાન
  7. એક કપ બ્રેડ ક્રમ્બ્સ
  8. 1/4 કપ તેલ
  9. ચીઝ સલાઈસિસ
  10. સ્વાદ પ્રમાણે મીઠું
  11. બે ચમચી બારીક સમારેલી કોથમીર
  12. એક નાનો ટુકડો આદુ

સૂચનાઓ

  1. પાલક ને ઉકળતા પાણી મા બે મિનિટ માટે નાખી બ્લાન્ચ કરી લો.
  2. હવે એક મિક્સર જાર મા બ્લાન્ચ કરેલી પાલક, આદુ, મરચું, વટાણા, ફણસી અને ફુદીના ના પાન નાખી પેસ્ટ બનાવી લો.
  3. ત્યારબાદ આ પેસ્ટ ને એક વાસણ મા કાઢો અને તેમાં બાફેલા બટાકા નાખો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો.
  4. હવે તેમાં બ્રેડ ક્રમ્બ્સ ઉમેરી મિક્સ કરી બુલેટ્સ વાળી લો.
  5. હવે તૈયાર કરેલ બુલેટ્સ ને બ્રેડ ક્રમ્બ્સ મા રગદોળી પૅન મા શેલો ફ્રાય કરી લો.
  6. બધી બાજુ ગોલ્ડન અને ક્રિસ્પી થાય એવા કરવા.
  7. ત્યારબાદ બુલેટ્સ ને બેકિંગ ટ્રે મા લઇ તેના પર ચીઝ સ્લાઈસ મૂકી 3 મિનિટ માટે બેક કરી લો.
  8. હવે તેના પર કોથમીર ભભરાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર