હોમ પેજ / રેસિપી / બ્રેડ સલાડ કટલેટ

Photo of Bread Salad Croquettes by Chandni Bhatt at BetterButter
512
3
0.0(0)
0

બ્રેડ સલાડ કટલેટ

Sep-27-2018
Chandni Bhatt
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ સલાડ કટલેટ રેસીપી વિશે

બાળકોને ટીફીનમાં આપી શકાય તેવી હેલ્ધી વાનગી. સલાડના ગુણ અને કટલેટના સ્વાદ સાથે બાળકો ને ભાવે તેવી ફટાફટ બનતી વાનગી.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • સાંતળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘઉંની બ્રેડ 5 નંગ
  2. કાકડી,ટામેટાં,ડુંગળી,ગાજર,કોબી વગેરે નું મિક્સ સલાડ 1 કપ
  3. ટોમેટો કેચપ 3 ટે.સ્પૂન
  4. લીલી ચટણી 3 ટે.સ્પૂન
  5. ચાટ મસાલો 1 ટે. સ્પૂન
  6. છીણેલું ચીઝ 1/4 કપ
  7. આદુ લસણની પેસ્ટ 1 ટે.સ્પૂન
  8. લાલ મરચું પાવડર 1 ટી.સ્પૂન(optional)
  9. કોથમીર જરૂર મુજબ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ચણાનો લોટ 2 ટે.સ્પૂન
  12. તેલ/બટર/ઘી કટલેટ સાંતળવા માટે જરૂર મુજબ
  13. ટોમેટો કેચપ અને લીલી ચટણી પીરસવા માટે જરૂર મુજબ

સૂચનાઓ

  1. બ્રેડ ને મિક્સર માં પીસી લેવી.
  2. બ્રેડના ભુકામાં સલાડ,કેચપ,ચટણી અને બધા મસાલા અને બીજી બધી સામગ્રી ઉમેરો.
  3. હળવા હાથે મસળીને કણક બનાવો.
  4. કટલેટ નો મનપસંદ આકાર આપી બધી કટલેટ વાળીને તૈયાર કરો.
  5. નોનસ્ટિક પૅનમાં ઘી/બટર/તેલ લગાવી બધી કટલેટ સાંતળી લો.
  6. ગરમાગરમ કટલેટ તૈયાર છે.
  7. કેચપ અને ચટણી સાથે બાળકોને ટીફીનમાં આપો. સો ટકા ડબ્બો ખાલી થશે અને પેટ ફુલ થશે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર