Open in app

પુરી ભાજી સ્પ્રિંગ રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Apeksha's Kitchen27th Sep 2018

Poori bhaji spring rolls ના વિશે

Ingredients to make Poori bhaji spring rolls in gujarati

  • પુરી નો લોટ બાંધવા
  • 1 કપ ઘઉં નો લોટ
  • 2 ચમચી તેલ મોણ માટે
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • બટેટા ની ભાજી માટે
  • 2 મોટા બટેટા બાફેલા
  • 2 ઝીણી સમારેલા લીલા મરચાં
  • મીઠો લીમડો
  • તેલ
  • જીરુ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1/2 ટી-સ્પુન હળદર
  • 1/2 ચમચી લીંબુનો રસ
  • 2 ચમચી કોથમીર ઝીણી સમારેલી

How to make Poori bhaji spring rolls in gujarati

  1. સૌપ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ લઈ તેમાં તેલ અને મીઠું નાખી પાણીથી પુરી જેવો કડક લોટ બાંધી લો.
  2. એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરુ અને રાઈ નાખો જીરુ થઈ જાય એટલે તેમા લીમડી અને લીલા મરચાં નાખવાં
  3. તેમાં બાફેલા બટેટા નો માવો નાખી બરાબર મિક્સ કરી લો
  4. હવે તેમા હળદર અને મીઠું નાખી 2, 3 મિનિટ સુધી સાંતળી લો. ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખવી મિક્સ કરી લો.
  5. તૈયાર કરેલ લોટ માંથી એક લુવો લઇ તેની મોટી પુરી તૈયાર કરીલો. હવે બટેટા ના મિશ્રણ માથી થોડું મિશ્રણ તેને લંબગોળ આકાર આપો.
  6. તેને પુરી ની વચ્ચે મુકો અને પુરી ની સામસામેની બાજુ જોડી સીલ કરીદો. સ્પ્રિંગ રોલનો આકાર આપો.
  7. હવે આ રોલ ને તળીલો. તૈયાર છે આપણા પુરી ભાજી સ્પ્રિંગ રોલ.

Reviews for Poori bhaji spring rolls in gujarati (0)

No reviews yet.

Recipes similar to Poori bhaji spring rolls in gujarati

  • પનીર નૂડલ્ સ્પ્રિંગ રોલ

    0 likes