BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પુરી ભાજી સ્પ્રિંગ રોલ

Photo of Poori bhaji spring rolls by Apeksha's Kitchen at BetterButter
1
7
0(0)
0

પુરી ભાજી સ્પ્રિંગ રોલ

Sep-27-2018
Apeksha's Kitchen
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પુરી ભાજી સ્પ્રિંગ રોલ રેસીપી વિશે

કેટલીક વાર બાળકો ભાજી ખાવામાં નખરાં કરે છે કાતો એક ને એક ખાઈને કંટાળી જાય છે તો બાળકો ને શાક ખવડાવવા ની નવી રીત જોઈએ. જે બાળકો ને ભાવશે પણ અને જેનાથી એમનું પેટ પણ ભરાઈ જશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • તળવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. પુરી નો લોટ બાંધવા
  2. 1 કપ ઘઉં નો લોટ
  3. 2 ચમચી તેલ મોણ માટે
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. બટેટા ની ભાજી માટે
  6. 2 મોટા બટેટા બાફેલા
  7. 2 ઝીણી સમારેલા લીલા મરચાં
  8. મીઠો લીમડો
  9. તેલ
  10. જીરુ
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. 1/2 ટી-સ્પુન હળદર
  13. 1/2 ચમચી લીંબુનો રસ
  14. 2 ચમચી કોથમીર ઝીણી સમારેલી

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ લઈ તેમાં તેલ અને મીઠું નાખી પાણીથી પુરી જેવો કડક લોટ બાંધી લો.
  2. એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરુ અને રાઈ નાખો જીરુ થઈ જાય એટલે તેમા લીમડી અને લીલા મરચાં નાખવાં
  3. તેમાં બાફેલા બટેટા નો માવો નાખી બરાબર મિક્સ કરી લો
  4. હવે તેમા હળદર અને મીઠું નાખી 2, 3 મિનિટ સુધી સાંતળી લો. ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખવી મિક્સ કરી લો.
  5. તૈયાર કરેલ લોટ માંથી એક લુવો લઇ તેની મોટી પુરી તૈયાર કરીલો. હવે બટેટા ના મિશ્રણ માથી થોડું મિશ્રણ તેને લંબગોળ આકાર આપો.
  6. તેને પુરી ની વચ્ચે મુકો અને પુરી ની સામસામેની બાજુ જોડી સીલ કરીદો. સ્પ્રિંગ રોલનો આકાર આપો.
  7. હવે આ રોલ ને તળીલો. તૈયાર છે આપણા પુરી ભાજી સ્પ્રિંગ રોલ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર