કચ્છી દાબેલી મસાલા ફ્લેવર્સ શક્કરપારા | Kutchi Dabeli Masala Flavour Shakarpara Recipe in Gujarati

  ના દ્વારા Rakesh prajapati's kitchen  |  27th Sep 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Kutchi Dabeli Masala Flavour Shakarpara by Rakesh prajapati's kitchen at BetterButter
  કચ્છી દાબેલી મસાલા ફ્લેવર્સ શક્કરપારાby Rakesh prajapati's kitchen
  • તૈયારીનો સમય

   15

   મીની
  • બનાવવાનો સમય

   8

   મીની
  • પીરસવું

   1

   લોકો

  17

  0

  કચ્છી દાબેલી મસાલા ફ્લેવર્સ શક્કરપારા

  કચ્છી દાબેલી મસાલા ફ્લેવર્સ શક્કરપારા Ingredients to make ( Ingredients to make Kutchi Dabeli Masala Flavour Shakarpara Recipe in Gujarati )

  • મેંદો 150 ગ્રામ
  • મોણ માટે તેલ 1 ટે સ્પૂન
  • પાણી જરૂર મુજબ
  • કચ્છી દાબેલી મસાલો 3 ટે સ્પૂન
  • તેલ તળવા માટે

  How to make કચ્છી દાબેલી મસાલા ફ્લેવર્સ શક્કરપારા

  1. સૌથી પહેલા એક બાઉલમાં મેંદો લઈ તેમાં મોણ માટે નું તેલ ઉમેરી તેને મિક્સ કરી લો.
  2. હવે મેંદાના લોટ માં જરૂર મુજબ પાણી ઉમેરતા જાવ અને તેનો નહિ કઠણ કે નહીં ઢીલો તેવો મીડીયમ કઠણ લોઠ બાંધી લો.
  3. હવે લોટ બંધાઈ જાય ત્યારબાદ તેને 5 મિનિટ ઢાંકીને રહેવા દો.
  4. હવે 5 મિનિટ બાદ લોઠ ના 3 એક સરખા લુવા કરી લો.
  5. હવે એક લુવાને મેંદા માં રગદોળી આદણી પર વણી લો.
  6. હવે વણેલી રોટલી પર 1 ટે સ્પૂન કચ્છી દાબેલી મસાલો ભભરાવો.અને તેનો ગોળ રોલ વાળી ફરીથી તેનો એક લુવો તૈયાર કરી લો.
  7. હવે બનાવેલા કચ્છી દાબેલી મસાલા વાળા લુવાને ફરીથી થોડી જાડાઈ માં વણી લો.
  8. હવે વણેલી જાડી રોટલીને શક્કરપારાના સેપ માં કટ કરી લો.અને બધા શક્કરપારાને એક પ્લેટ માં અલગ અલગ કરી મૂકી દો.
  9. હવે આજ રીતે બીજા બે લુવાના શક્કરપારા તૈયાર કરી લો.
  10. શક્કરપારા કટ થઈને તૈયાર થઈ જાય પછી એક કઢાઈમાં તેલ ગરમ કરો.
  11. તેલ ગરમ થાય એટલે શક્કરપારા ને ગરમ તેલમાં બન્ને તરફ 7 થી 8 મિનિટ માટે મીડીયમ આંચ પર ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.
  12. હવે તળાયેલા શક્કરપારા ને એક પ્લેટમાં લઈ ઠંડા કરી તેને એરટાઈટ ડબ્બા માં ભરી લો.અને જ્યારે પણ બાળકો સ્કૂલે જાય ત્યારે તેમને ટિફિન બોક્સમાં ભરી આપો.
  13. તો તૈયાર છે બાળકોને ટિફિન બોક્સ માં આપી શકાય તેવી ઝડપ થી બનતી રેસિપી કચ્છી દાબેલી મસાલા ફ્લેવર્સ ના શક્કરપારા

  My Tip:

  આપણે ક્યાંય મીઠું નથી વાપર્યું કારણકે દાબેલી મસાલામાં મીઠું હોય છે.દાબેલી મસાલો બજારમાં સરળતાથી મળી જાય છે.

  Reviews for Kutchi Dabeli Masala Flavour Shakarpara Recipe in Gujarati (0)

  શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો