હોમ પેજ / રેસિપી / કચ્છી દાબેલી મસાલા ફ્લેવર્સ શક્કરપારા

Photo of Kutchi Dabeli Masala Flavour Shakarpara by Rakesh prajapati's kitchen at BetterButter
0
8
0(0)
0

કચ્છી દાબેલી મસાલા ફ્લેવર્સ શક્કરપારા

Sep-27-2018
Rakesh prajapati's kitchen
15 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કચ્છી દાબેલી મસાલા ફ્લેવર્સ શક્કરપારા રેસીપી વિશે

આ રેસિપી થોડી જ સામગ્રી થી ખૂબ જ ઝડપથી બની જતી રેસિપી છે.આથી ગૃહિણીઓ બાળકોને ટિફિન બોક્સ માં આ રેસિપી ખૂબ જલ્દી થી બનાવી આપી શકે છે.અને દાબેલી ફ્લેવર્સ ની હોવાથી બાળકો તેને ખૂબ જ હોંશ થી ખાઈ લે છે.અને આ રેસિપી ને એરટાઈટ ડબ્બા માં તમે એક અઠવાડિયા સુધી રાખી પણ શકો છો.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • દિવાળી
 • ગુજરાત
 • તળવું
 • સ્નેક્સ
 • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 1

 1. મેંદો 150 ગ્રામ
 2. મોણ માટે તેલ 1 ટે સ્પૂન
 3. પાણી જરૂર મુજબ
 4. કચ્છી દાબેલી મસાલો 3 ટે સ્પૂન
 5. તેલ તળવા માટે

સૂચનાઓ

 1. સૌથી પહેલા એક બાઉલમાં મેંદો લઈ તેમાં મોણ માટે નું તેલ ઉમેરી તેને મિક્સ કરી લો.
 2. હવે મેંદાના લોટ માં જરૂર મુજબ પાણી ઉમેરતા જાવ અને તેનો નહિ કઠણ કે નહીં ઢીલો તેવો મીડીયમ કઠણ લોઠ બાંધી લો.
 3. હવે લોટ બંધાઈ જાય ત્યારબાદ તેને 5 મિનિટ ઢાંકીને રહેવા દો.
 4. હવે 5 મિનિટ બાદ લોઠ ના 3 એક સરખા લુવા કરી લો.
 5. હવે એક લુવાને મેંદા માં રગદોળી આદણી પર વણી લો.
 6. હવે વણેલી રોટલી પર 1 ટે સ્પૂન કચ્છી દાબેલી મસાલો ભભરાવો.અને તેનો ગોળ રોલ વાળી ફરીથી તેનો એક લુવો તૈયાર કરી લો.
 7. હવે બનાવેલા કચ્છી દાબેલી મસાલા વાળા લુવાને ફરીથી થોડી જાડાઈ માં વણી લો.
 8. હવે વણેલી જાડી રોટલીને શક્કરપારાના સેપ માં કટ કરી લો.અને બધા શક્કરપારાને એક પ્લેટ માં અલગ અલગ કરી મૂકી દો.
 9. હવે આજ રીતે બીજા બે લુવાના શક્કરપારા તૈયાર કરી લો.
 10. શક્કરપારા કટ થઈને તૈયાર થઈ જાય પછી એક કઢાઈમાં તેલ ગરમ કરો.
 11. તેલ ગરમ થાય એટલે શક્કરપારા ને ગરમ તેલમાં બન્ને તરફ 7 થી 8 મિનિટ માટે મીડીયમ આંચ પર ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.
 12. હવે તળાયેલા શક્કરપારા ને એક પ્લેટમાં લઈ ઠંડા કરી તેને એરટાઈટ ડબ્બા માં ભરી લો.અને જ્યારે પણ બાળકો સ્કૂલે જાય ત્યારે તેમને ટિફિન બોક્સમાં ભરી આપો.
 13. તો તૈયાર છે બાળકોને ટિફિન બોક્સ માં આપી શકાય તેવી ઝડપ થી બનતી રેસિપી કચ્છી દાબેલી મસાલા ફ્લેવર્સ ના શક્કરપારા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર