હોમ પેજ / રેસિપી / સ્ટફ થેપલા કચોરી

Photo of Stuff thepla kachori by Devi Amlani at BetterButter
608
3
0.0(0)
0

સ્ટફ થેપલા કચોરી

Sep-27-2018
Devi Amlani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફ થેપલા કચોરી રેસીપી વિશે

જ્યારે બાળકોને ટિફિનમાં થેપલા અને સુકી ભાજી આપવા હોય ત્યારે થોડી જુદી રીતે આપીશું તો બાળકો જલ્દીથી લંચબોક્ષ ફિનિશ કરશે અને આ રીતે થેપલાં સુકીભાજી સ્ટોપ કરીને કચોરી બનાવીને આપશો તો બાળકોને પણ કંઈક નવીન લાગશે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ ઘઉંનો લોટ
  2. 1 ચમચી હળદર પાઉડર
  3. 1 ચમચી મરચુ પાઉડર
  4. 1 ચમચી હિંગ
  5. 1 નાની ચમચી મીઠું
  6. ચપટી કસુરી મેથી
  7. 2 ચમચી તેલ
  8. સુકી ભાજી બનાવવા માટે
  9. 4 નંગ બાફેલા બટાકા
  10. 2 ચમચી તેલ
  11. 1 લીલું મરચું
  12. 1 ડાર લિમડો
  13. 1 ટુકડો આદું
  14. 1 ચમચી જીરૂ
  15. 2 નંગ સમારેલા ટામેટા
  16. ચપટી હળદર પાઉડર
  17. 1 ચમચી લાલ મરચુ પાઉડર
  18. સ્વાદ પ્રમાણે મીઠું
  19. થોડી સમારેલી ધાણા ભાજી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક બાઉલમાં લોટ હળદર મીઠું તેલ અને કસુરી મેથી નાખીને લોટ બાંધી લો
  2. હવે પાંચથી દસ મિનિટ સુધી આ લોટને રેટ આપો
  3. ત્યાં સુધીમાં આપણે સુકીભાજી બનાવશો
  4. સુકી ભાજી બનાવવા માટે સૌ પ્રથમ એક પેન માં તેલ લો
  5. તેલ ગરમ થાય ત્યાર બાદ તેમાં જીરું લીમડો આદું ખમણીને અને એક લીલુ મરચું સમારીને નાખો
  6. હવે તેમાં ટામેટા નાખીને હલાવો ત્યારબાદ સમારેલા બટાકા નાખીને ચપટી હળદર મીઠું અને લાલ મરચું નાખીને હલાવો અને છેલ્લે ધાણાભાજી ભભરાવો
  7. હવે થેપલા ના લોટ માંથી નાની નાની પૂરી વણી લો
  8. હવે એક પુરીમાં સુકીભાજી સ્ટફિંગ મૂકો અને એની કિનારી ઉપર સહેજ પાણી લગાડીને બીજી પૂરી ઉપર રાખીને કચોરી જેવો શેપ આપો
  9. હવે તેને તવા પર શેકી લો
  10. આ રીતે થેપલા કચોરી તૈયાર છે જેને દહી સાથે આપશો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર