પનીર ડ્રાય ફ્રુટ ચાટ વીથ ચટની | Paneer dry fruits chat Recipe in Gujarati

ના દ્વારા Harsha Israni  |  27th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Paneer dry fruits chat by Harsha Israni at BetterButter
પનીર ડ્રાય ફ્રુટ ચાટ વીથ ચટનીby Harsha Israni
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  2

  લોકો

0

0

પનીર ડ્રાય ફ્રુટ ચાટ વીથ ચટની વાનગીઓ

પનીર ડ્રાય ફ્રુટ ચાટ વીથ ચટની Ingredients to make ( Ingredients to make Paneer dry fruits chat Recipe in Gujarati )

 • ૧ કપ બદામ
 • ૧ કપ કાજુ
 • ૧/૪ કપ સીંગદાણા (ખારીસીંગ)
 • ૧/૪ કપ પનીર (મીડીયમ ટુકડા)
 • ૧/૪ કપ અખરોટ
 • ૧/૪ કપ પીસ્તા
 • ૨ ટી-સ્પૂન તેલ (શેકવામાટે)
 • ચટની માટે-
 • ૧ કપ આમલી(ઠળિયા વગર)
 • ૧ કપ ખજૂર (ઠળિયા વગર)
 • ૧ કપ ગોળ
 • ૧ /૪ ટી-સ્પૂન ગરમ મસાલો
 • ૨ ટી-સ્પૂન લાલ મરચુ પાવડર
 • ૧ ટી-સ્પૂન સુંઠ પાવડર
 • મીઠુ સ્વાદ મુજબ
 • ૧ ટી-સ્પૂનધાણા જીરુ પાવડર
 • ૨ કપ પાણી

How to make પનીર ડ્રાય ફ્રુટ ચાટ વીથ ચટની

 1. સૌ પહેલા એક તપેલીમાં પાણી લઈ આમલી,ખજૂર,ગોળ,લાલ મરચુ,ગરમ મસાલો,મીઠુ,સુંઠ પાવડર,ધાણાજીરુ પાવડર ઉમેરી ૫ મિનિટ ઉકાળો અને ગેસ બંધ કરી ઠંડુ પડવા દો.
 2. ત્યાર બાદ ઠંડા પડેલા મિશ્રણને મીકસરમાં પીસી લો.પછી તેને મોટી ગરણી થી ગાળી લો. તૈયાર છે ચટની .(ઘટ્ટ જ ચટની તૈયાર કરવી.)
 3. એક કડાઈ લઈ તેમાં કાજુ,બદામ,અખરોટ,પીસ્તા,સીંગદાણાને (ફોતરા વગર) ધીમી આંચે ૨ મિનિટ શેકી લો.
 4. શેકેલા ડ્રાય ફ્રુટમાં તેલ ઉમેરી ૨ મિનિટ ધીમી આંચે ફરી શેકીને ગેસ બંધ કરી દો અને ડીશમાં કાઢીને ઠંડુ પડવા દો.
 5. એક કડાઈમાં થોડુ તેલ લઈ પનીરને પણ ગુલાબી રંગનુ મીડીયમ આંચે સાંતળી લો અને ડીશમાં કાઢી લો.
 6. હવે એક બાઉલ લઈ તેમાં શેકેલા ડ્રાય ફ્રુટ,પનીર અને જરુર મુજબ ચટની મીકસ કરી ચાટ બનાવો.
 7. તૈયાર છે પનીર ડ્રાયફ્રુટ ચાટ વીથ ચટની.
 8. પીકનીક માટે કે લંચ બોકસમાં ચટની અને પનીર ડ્રાય ફ્રુટ અલગથી મૂકવા જયારે પીરસવુ હોય ત્યારે ચટની મીકસ કરવી .

My Tip:

ચટની વધારે પાતળી ન રાખવી .ડ્રાય ફ્રુટને સાંતળતી વખતે સતત હલાવતા રહેવુ. મનપસંદ ડ્રાય ફ્રુટ લઈ શકાય.

Reviews for Paneer dry fruits chat Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો