Open in app

ઓપન વેજ લોફ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Anjali Kataria27th Sep 2018

Open Veg Loaf ના વિશે

Ingredients to make Open Veg Loaf in gujarati

  • અ) ટૉપિંગ માટે
  • ૨ બ્રેડ ની સ્લાઈસ
  • ૧ જીણો સમારેલો કાંદો
  • ૧/૨ કપ લાલ, લીલા અને પીળા બારીક સમારેલાં કેપ્સિકમ મરચાં
  • ૨ મોટી ચમચી બાફેલી મકાઈ ના દાણા
  • ૧/૨ નાની ચમચી આદુ ની પેસ્ટ
  • મીઠું સ્વાદાનુસાર
  • ચપટી ચાટ મસાલો
  • ચપટી મરી પાઉડર
  • ૨ ક્યૂબ ચીઝ
  • ૨ નાની ચમચી ચીલી ફ્લેક્સ
  • ૧ નાની ચમચી ઓરિગેનો
  • ૨ ચમચી બટર/માખણ
  • બ) શેકવા માટે
  • બટર/માખણ
  • ક) લીલી ચટણી માટે
  • ૨-૩ લીલી મરચી
  • ૧-૨ લસણ ની કળી
  • ૧/૪ કપ શીંગ દાણા (શેકી ને ફોતરા કાઢેલી)
  • ૧/૪ કપ ભુજીયા સેવ
  • મુઠ્ઠી ભરીને કોથમીર
  • ૧ નાની ચમચી લીંબુ નો રસ
  • મીઠુ સ્વાદ અનુસાર
  • જરૂરત પડે તો પાણી

How to make Open Veg Loaf in gujarati

  1. સૌપ્રથમ એક મિક્ષ્ચર ની જાર લો.
  2. તેમાં લીલી મરચી, લસણ, સીંગના દાણા, ભુજીયા સેવ, કોથમીર, લીંબુ નો રસ અને મીઠું નાખી ને પીસી લો.
  3. જરૂર પડે તો થોડું પાણી ઉમેરો.
  4. સરસ ચટણી બનાવી લો.
  5. એક વાડકીમાં કાઢીને એક તરફ મુકો.
  6. એક બાઉલ લો.
  7. તેમાં કલરફુલ કેપ્સિકમ મરચા, કાંદા, બાફેલી મકાઈ અને આદું ની પેસ્ટ ઉમેરો.
  8. બરાબર મિક્સ કરી લો.
  9. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, ચાટ મસાલો અને મરી પાવડર નાખીને મિક્સ કરી લો.
  10. આ મિશ્રણને એક તરફ મુકો.
  11. હવે એક ઢોસા ની પેન લો.
  12. બ્રેડ ની એક તરફ બટર લગાવીને તેને બરાબર શેકી લો.
  13. એક તરફ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
  14. હવે બ્રેડના બે ટુકડા કરી લો.
  15. શેકાયેલી બાજુ પર બટર લગાવો.
  16. લીલી ચટણી પણ લગાવો.
  17. તેના પર તૈયાર થયેલું મિશ્રણ પાથરો.
  18. હવે તેના પર ચીઝ ખમણી ને નાખો.
  19. પેન માં થોડું બટર ગરમ કરવા મૂકો.
  20. હવે બ્રેડની નીચેની બાજુ ને શેકી લો.
  21. બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકો.
  22. ત્યારબાદ ગેસ બંધ કરી લો.
  23. હવે તેના પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો.
  24. ગરમાગરમ ટોમેટો કેચપ સાથે પીરસો.

Reviews for Open Veg Loaf in gujarati (0)

No reviews yet.

Recipes similar to Open Veg Loaf in gujarati

  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ.દલિયા

    3 likes
  • વેજ આમલેટ

    1 likes
  • તિરંગા વેજ

    13 likes