હોમ પેજ / રેસિપી / માઇક્રોવેવ પ્લમ કેક

Photo of Microwawe Plum Cake by Rani Soni at BetterButter
301
6
0.0(0)
0

માઇક્રોવેવ પ્લમ કેક

Sep-27-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માઇક્રોવેવ પ્લમ કેક રેસીપી વિશે

કેક તો ઘણા બને છે. પરંતુ આરોગ્ય ની દ્રષ્ટિએ બનાવેલ આ પ્લમ કેક બનાવવા પાછળ એક હેતુ પણ સચવાયલો છે.પ્લમ નો અર્થ આલૂબુખાર છે.આ કેક ને ઘઉં ના લોટ થી બનાવામાં આવી છે જે બાળકો માટે ગુણકારી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • માઈક્રોવેવિંગ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ઘઉં નો લોટ
  2. 2 પ્લમ સમારેલ
  3. 1 નાની ચમચી વેનીલા અેસેન્સ
  4. ચપટી તજપાન પાવડર
  5. 1/2 કપ દૂધ
  6. 1 /2 ચમચી વિનેગર
  7. 1/2 નાની ચમચી બેકિંગ સોડા
  8. 1/2 ચમચી બેકિંગ પાવડર
  9. 1 કપ દળેલી ખાંડ
  10. 2 ચમચી તેલ
  11. 1 ચમચી આઈસિંગ સુગર

સૂચનાઓ

  1. ઘઉંનો લોટ, બેકિંગ સોડા,બેકિંગ પાવડર,તજપાન પાવડર ને ચાળી લો
  2. હવે તેમાં દળેલી ખાંડ,વિનેગર,તેલ, વેનીલા એસેન્સ અને દૂધ ઉમેરો ગાંઠ વિના નું મિશ્રણ બનાવો
  3. તેલ લગાવેલ માઇક્રોવેવ સલામત બાઉલ માં મિશ્રણ ને નાંખો
  4. ઉપર પ્લમ ના ટુકડા મૂકો
  5. 5 મિનિટ માટે માઇક્રોવેવ કરો
  6. ટૂથપીકથી તપાસો જો તે સ્વચ્છ નિકળે તો પ્લમ કેક તૈયાર છે
  7. કેક ને ગરમ અથવા સંપૂર્ણપણે ઠંડી હોય ત્યારે આઈસિંગ સુગર નો છંટકાવ કરી પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર